સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th July 2022

ઉનાઃ સીલોજને નવી એસ. ટી. બસ ફાળવવા વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર રજૂઆત

ઉના તા. ૭ :.. સીલોજ ગામે એસ. ટી. બસ ઉભી નહી રહેતા લામધાર, શાહડેસર, સીલોજ ગામેથી ઉના ભણવા આવતાં વિદ્યાર્થીઓને શાળાએ આવવા પડતી મુશ્‍કેલી તેમજ સીલોજ ગામે બસ સ્‍ટોપ આપવા નવી બસ શરૂ કરવા આવેદન પત્ર આપી આંદોલનની ચીમકી આપી હતી.

ઉના તાલુકાનાં શાહડેસર, સીલોજ, મોટાડેસર ગામના ૩૦૦થી વધુ વિદ્યાર્થી ભાઇઓ-બહેનો ઉના અભ્‍યાસ કરવા આવે છે. એસ. ટી. ની બસો સીતોજ ગામે સ્‍ટોપ કરતી ન હોય ઉભી ન રહેતા સીલોજ ગામના સરપંચ ભીમાભાઇ સોલંકી, મોટા ડેસર ગામના સરપંચ દક્ષાબેન ભરતભાઇ શીંગડ તથા ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓ બહેનો ઉના એસ. ટી. બસ ડેપોએ આવી ડેપો મેનેજર શ્રીને લેખીત આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરી છે.

મોટાડેસર-લામધાર-સીલોજ સવારે એક લોકલ બસ શરૂ કરવી. સીલોજ બસ સ્‍ટેશને તમામ બસો ઉભી રહે તે માટે રજૂઆત કરી હતી. અગાઉ મોટાડેસર ગ્રામ પંચાયતે લેખીત રજૂઆત કરવા છતાં ઉકેલ આવેલ નથી. ૩૦૦ વિદ્યાર્થીઓ ઉના અભ્‍યાસ કરવા પહોંચી શકતા નથી તેમજ બપોરે - સાંજે પરત ગામ જવા બસ મળતી નથી. તો તુરંત નવી બસનો રૂટ શરૂ કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવા આગેવાનો વાલીઓએ ચીમકી આપી હતી.

(12:02 pm IST)