સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th July 2022

ભારે વરસાદ - તોફાની પવનને કારણે ૧૬૮ વીજ પોલ તૂટી પડયા : ૧૭ ગામોમાં અંધારપટ : ટીમો દોડી

ગત મોડી રાત્રે ૮ થી ૧૦માં સૌરાષ્‍ટ્રના ૪૦ થી ૫૦ ટકા ગામોમાં અંધારપટ છવાયો હતો : સવારે ૯૨ ફીડરમાં ટ્રીપીંગ

રાજકોટ તા. ૭ : ભારે વરસાદ અને તોફાની પવનને કારણે સૌરાષ્‍ટ્ર-કચ્‍છના અનેક ગામોમાં ગઇકાલે રાત્રે ૮ થી ૧૦ અને ગામડાઓમાં અને અનેક વિસ્‍તારોમાં રાત્રે અંધારપટ્ટ છવાયો હતો. આજે સવારે ૮ વાગ્‍યાના અહેવાલો મુજબ ૧૬૮ વીજપોલ તૂટી જતા સૌરાષ્‍ટ્રના ૪૦થી ૫૦ ટકા ગામોમાં વીજળી વેરણ બની હતી, એગ્રીકલ્‍ચરના ૮૫ અને જેજીવાયના ૬ ફીડરો સહિત હજુ ૯૨ ફીડર બંધ છે.
સૌથી વધુ થાંભલા જામનગર જિલ્લામાં ૩૯, અંજાર પંથકમાં ૪૦, અમરેલી જિલ્લામાં ૨૪ થાંભલા જમીનદોસ્‍ત થયા છે, અધિકારીઓના કહેવા મુજબ સવારની સ્‍થિતિએ હજુ ૧૭ ગામોમાં અંધારપટ્ટ છે. વીજ ટીમો - કોન્‍ટ્રાકટરોની ટીમો રાઉન્‍ડ ધ કલોક કામ કરી રહી છે.

 

(12:04 pm IST)