સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th July 2022

ચોટીલા પંથકની બે હત્‍યાનાં પકડાયેલ ૩ આરોપીઓ પાસે રીકન્‍સ્‍ટ્રક્‍શન કરાવ્‍યું : આરોપીએ છુપાવી દિધેલ કડું કબ્‍જે કરવા તપાસ

હત્‍યાનાં પુરાવાઓ અંગે બ્‍લડ સેમ્‍પલ સહિતની કાર્યવાહી

(હેમલ શાહ દ્વારા) ચોટીલા,તા. ૭: ચોટીલા પોલીસ મથક નજીક સામાન્‍ય બોલાચાલીમાં સરલનાં ઘા મારવાથી થયેલ આધેડની હત્‍યાં તેમજ ઢોકળવા ગામના વીડી વિસ્‍તારમાં સાળી સાથેનાં આડા સંબંધમાં પત્‍નીની નિપજાવેલ હત્‍યાનાં આરોપીઓને ચુસ્‍ત બંદોબસ્‍ત સાથે ઘટના સ્‍થળે રી કન્‍સ્‍ટ્રક્‍શન કરવામાં આવેલ છે.

પ્રથમ આધેડ બાજુભાઇ સોડમીયા નીᅠ હત્‍યાનાં આરોપી સાડમીયા રાયધન સારાભાઇ અને પ્રવિણ રણછોડ ભાઇને દિવસ ૩ ના રીમાન્‍ડ મેળવી મંગળવારનાં સમગ્ર ઘટનાનું રીકન્‍સ્‍ટ્રક્‍શન કરાવ્‍યું હતું જેમા હટાણું કરવા ચોટીલા આવેલ અને ઘટના સ્‍થળે પોરો ખાધો તે દરમિયાન બાજુભાઇ આવતા સમાધાન ના પૈસા બાબતે બોલાચાલી કરી સામાન્‍ય મારા મારી થયેલ રાયધને ઝપાઝપી ધોલ ધપાટ કરેલ પ્રવિણ હાથમાં પહેરેલ ચાંદીનું ૨૫૦ ગ્રામનું કડલું (સરલ) ના ૩ થી ૪ ઘા માથામાં મારેલ જે જીવલેણ નિવડ્‍યા હતા.

બંન્ને આરોપીના બ્‍લડ સેમ્‍પલ સહિત ગુના વપરાયેલ કડું મેળવવા તપાસ ચલાવી છે. ઢોકળવા ગામની સીમમાં રાજકોટનાં દલડી ગામની પરણીતા રંજનબેન ઓળકિયા ની ૪૫ દિવસ પહેલા નિપજાવેલ હત્‍યા ના ગુનાની કબુલાત કરનાર તેના પતિ રાજેશ ભાદાભાઈ ઓળકિયા ની વિધિવત ધરપકડ કરી ડેમોન્‍સ્‍ટ્રેશન કરાવવા લઇ જતા દલડી તેના ઘરે થી ૨૨/૫ ના છાસીયા જવા નિકળેલ અને વીડી વાળો ક્‍યાં રસ્‍તે આવ્‍યો તેમજ ક્‍યાં બાઇક મુક્‍યું, ક્‍યાં બેઠા કેમ ટૂપો દિધો અને ક્‍યાં લાશ ને કેમ નાખી તે દર્શાવેલ હતું પતિ પત્‍ની ઔર વો જેવી બાબતે થયેલ હત્‍યામાં ત્રણ વર્ષનો પુત્ર આ બનાવ થી માતાનું મૃત્‍યુ અને પિતા જેલમાં જવા થી બંન્ને ની છત્રછાયા ગુમાવી બેસેલ છે. ચોટીલા તાલુકામાં છેલ્લા ૧૫ દિવસ હત્‍યા અને મારામારી અને આત્‍મઘાતી પગલા થી ૪ વ્‍યક્‍તિના મૃત્‍યુના બનાવો બનતા લોકોમાં ચર્ચાનો વિષય બનેલ છે.

(12:07 pm IST)