સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th July 2022

નાવદ્રા- ઇન્‍દ્રોઇ સહિતના રસ્‍તાઓ ઉપર પાણી

પ્રભાસપાટણ,તા.૭ : સોમનાથ વિસ્‍તારમાં નાવદ્રા ઈનદ્રોઇ સહિત ના ગામો મા વરસાદ ને કારણે રોડ ઉપર પાણી ફરી વળ્‍યા છે.

 સારા વરસાદને કારણે મગફળી સહિતના ચોમાસા પાકો ને જોરદાર ફાયદો થતા  ખેડૂતોમાં આનંદ વ્‍યાપી ગયો છે.

  સોમનાથ વિસ્‍તારમાં નાવદ્રા ઈનદ્રોઇ સહિત ના ગ્રામ વિસ્‍તારોમાં ભારે વરસાદ ને કારણે રોડ ઉપર પાણી ફરી વળ્‍યા હતા જેથી વાહનો ચલાવવા મુશ્‍કેલ બનેલ છે.

 વેરાવળ વિસ્‍તારમાં રાત્રે અને દિવસ ના સતત વરસાદ ને કારણે કપિલા નદી મા પુર આવેલ છે અને આ પાણી બાદલપરા ગામે આવેલ ધાનાભાઇ માડા ભાઈ તળાવમાં આવેલ

વેરાવળ તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ભારે વરસાદને કારણે દેવકા નદીમાં પુર આવેલ છે જેથી તાતીવેલા ગામ ની બાજુમાં થી પસાર થતી દેવકા નદીમાં  પ્રથમ વરસાદનું પુર  જોવા લોકો ઉમટી પડ્‍યા હતા. (તસ્‍વીર : દેવાભાઇ રાઠોડ, પ્રભાસ પાટણ)

(12:13 pm IST)