સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th July 2022

જામકંડોરણામાં બે કલાકમાં ધોધમાર દોઢ ઇંચ

સવારથી જ વરસાદી માહોલ જામ્‍યો

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા તા. ૭ :.. આજે સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી હતી. સવારના ૮ વાગ્‍યાથી સતત વરસાદ ચાલુ છે સવારના આઠ વાગ્‍યાથી દશ વાગ્‍યા સુધીમાં દોઢ ઇંચ વરસાદ પડી ગયો છે હજુ પણ ધોધમાર વરસાદ ચાલુ છે. આ વરસાદથી રસ્‍તાઓ પર પાણી ફરી વળ્‍યા હતા આ વરસાદથી વાવેલ ખેતીના પાકોમાં લાભ થવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાં રાહત મળી હતી. હજુ પણ ધોધમાર વરસાદ ચાલુ છે.

(12:29 pm IST)