સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th July 2022

બગસરામાં ભાઇચારા સાથે ઇદની ઉજવણી થશેઃ પોલીસ અધિકારીઓ સાથે આગેવાનોની બેઠક

ગુન્‍હાહીત પ્રવૃતિઓ ડામવા સીસીટીવી મુકવા સહિતના પ્રશ્‍નોની ચર્ચા

બગસરા, તા.૭ : આગામી  તા.૧૦ના રવિવારે  બકરી ઈદ તથા અન્‍ય તહેવાર હોવાથી તેને    ધ્‍યાને રાખીશાંતિ સમિતિની બેઠક. બોલાવી હતી. જેમાં બગસરા પોલીસ સ્‍ટેશનના પીઆઇ ડી વી પ્રસાદ ઉપસ્‍થિતિમાં બગસરાના પ્રશ્‍નો વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ બકરી ઈદ તહેવાર શાંતિમય રીતે મનાવવા લોકોને અનુરોધ કર્યો હતો તેમજ બગસરાના મુખ્‍ય માર્ગો અને બજારોમાં સીસીટીવી કેમેરા માટે ડીવાયએસપી ભંડેરીએ બગસરા વાસીઓ વચ્‍ચે પ્રશ્‍ન મૂકી અને સીસીટીવી મુકવાની માંગણી કરી હતી.

 જેમાં નગરપાલિકા અથવા કોઈ પણ  સંસ્‍થા દ્વારા ધ્‍યાને લઈ કેમેરા ફીટ કરવામાં આવે તો ગુનાહિત પ્રવળત્તિ પર લગામ લાગે અને કોઈ અનિશ્‍ચિત બનાવો બનતા અટકે તેમ ભંડેરીએ જણાવ્‍યુ હતું.

અનકભાઈ વાળાએ બપોરે ૧૨ કલાક આસપાસ સ્‍કૂલ છુટતા ટ્રાફિકની સમસ્‍યા હલ કરવા રજૂઆત કરી હતી પત્રકાર સમીરભાઈ વિરાણી દ્વારા ડી વાયએસપી ભંડેરીને વનવેનો અમલ કરવા જણાવેલ જે કલેક્‍ટર શ્રી ડીએ સત્‍યા જાહેરનામું બગસરા સિટીમાં પ્રસિદ્ધ કર્યું હતું તેનો અમલ આજ દિન સુધી થયેલ નથી જે તાત્‍કાલિક ધોરણે આ બાબતે ધ્‍યાનમાં લઇ અને અમલ કરવા આવે તેમ માંગણી કરી હતી.

આ બેઠકમાં રશ્‍મિનભાઈ ડોડીયા, હનીફભાઈ ભટ્ટી, મુસ્‍લિમ સમાજના પ્રમુખ રજાકભાઈ કાળવાતર અનકભાઈ વાળા, બગસરા તાલુકા પ્રમુખ પ્રદીપભાઈ ભાખર, ધીરુભાઈ માયાણી, રમેશભાઈ સતાસીયા, કનુભાઈ પટોળીયા, નગરપાલિકાના પ્રમુખ પરેશભાઈ ખીમસુરીયા, નીરવ ગોંડલીયા, ચંદુભાઈ ગોંડલીયા સહિતના વિગેરે હિન્‍દુ મુસ્‍લિમ આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીરઃ સમીર વિરાણીઃ બગસરા)

(12:30 pm IST)