સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th July 2022

ભાવનગરમાં સંક્રમણની સ્‍પીડ વધી : ૨૪ કલાકમાં ૨૮ કેસ

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર તા. ૭ : ભાવનગરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધ્‍યું છે. છેલ્લા ૨૪ કલાકમાં ભાવનગર શહેરમાં ૨૪ અને ભાવનગર ગ્રામ્‍યમાં ૪ મળી કુલ ૨૮ કેસો નોંધાયા છે.

ભાવનગર શહેરમાં અલગ અલગ વિસ્‍તારમાં કોરોનાના ૨૪ લોકો સંક્રમિત થયા છે. જ્‍યારે ભાવનગર ગ્રામ્‍યમાં ૪ લોકો કોરોના સંક્રમિત થયા છે.

જ્‍યારે એકપણ દર્દીની રિકવરી ન થતા જિલ્લામાં કોરોનાના ૧૧૯ એકિટવ કેસ થઇ ગયા છે. ભાવનગર ગ્રામ્‍ય વિસ્‍તારમાં ઘોઘામાં ૨ દર્દી તેમજ પાલિતાણા અને કોળિયાકમાં એક-એક કેસ નોંધાયા છે.

(12:56 pm IST)