સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th July 2022

પોરબંદર જિલ્લામાં ૧ થી ૩ ઇંચઃ જરૂર પડયે બચાવ કાર્ય માટે એસડીઆરએફની ટીમ તૈયાર

ફોદાળા જળાશયમાં ૧ ફુટ અને ખંભાળા જળાશયમાં ૬ ઇંચ નવા પાણીઃ ગ્રામ્‍યના કાચા સોના સમાન વરસાદથી ખેડૂતો ખુશ

(હેમેન્‍દ્રમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૭ :.. જિલ્લામાં ૪ દિવસથી કાચા સોના સમાન પડી રહેલા વરસાદથી ખેડૂતો ખુશ છે. ર૪ કલાકમાં જિલ્લામાં સરેરાશ ૧ થી ૩ ઇંચ વરસાદ પડી ગયેલ છે.

બરડા પંથકમાં વરસાદને કારણે ફોદાળા જળાશયમાં ૧ ફુટ નવુ પાણી આવતા જળાશયની કુલ સપાટી ર૪ ફુટ થઇ છે. ખંભાળા જળાશયમાં ૬ ઇંચ નવું પાણી આવતા જળાશયની હાલ સપાટી ર૬.૬ ફુટ થઇ છે. જિલ્લા કંટ્રોલ મુજબ પોરબંદર વરસાદ ૩ર મી. મી. (૧૯પ મી.મી.), રાણાવાવ ૭૩ મી. મી., (૩પ૬ મી.મી.) કુતિયાણા ૪૬ મી. મી. (ર૯પ મી.મી.) નોંધાયો છે. એરપોર્ટ હવામાન કચેરી મુજબ પોરબંદર વરસાદ ૩૩.૯ મી. મી. (ર૦૯,૩ મી.મી.), નોંધાયો છે.

પોરબંદર જિલ્લામાં વરસાદ અને ભારે પવનમાં જરૂર પડયે બચાવ કાર્ય માટે એસડીઆરએફ ટૂકડી તૈયાર રાખવામાં આવી છે. એસઆરડીએફ ટૂકડીમાં એક પીઆઇ, પીએસઆઇ સહિત કુલ ૬૦ જવાનો છે. જિલ્લામાં આજે સવારે ધૂપછાંવ વાતાવરણ છે. 

(1:24 pm IST)