સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th July 2022

તમીલનાડુથી શરૂ થયેલ માટી બચાવો જનજાગૃતિ મોટરસાયકલ રેલી જુનાગઢ પહોંચી : ૨૭ દેશોમાં ૩૦,૦૦૦ કી.મી.ની એકલ મોટરસાયકલ યાત્રા કરી

જૂનાગઢઃ દક્ષિણ ભારતના તમિલનાડુ રાજયમાં કોયંબટૂર શહેરથી આશરે ૨૪ કી.મી. રૂર અવોલા ઈશા યોગા સેન્‍ટર અને ઈશા ફાઉન્‍ડેશનના વ્‍યાવ્‍સ્‍થાપક સદ્‌ગુરૂ જગ્‍ગી વાસુદેવ દ્વારા શરૂ કરાએલ વૈશ્વિક માટી બચાવો જનજાગૃતિ અભિયાન અંતર્ગત ૧૧ લોકોની મોટરસાયકલ રેલી  ૨ જૂનાગઢ આવી હતીે જેમાં ભરડા સ્‍કૂલ, મધુરમ, જુનાગઢ, બ્રહ્માનંદ ધામ, ચાપરડા તેમજ પાદર ચોક મેંદરડા ખાતે ત્રણ અલગ અલગ કાર્યક્રમમાં કુલ ૧૫૦૦ જેટલા લોકો જોડાયા હતા. ત્રણે સ્‍થળ ઉપર રેલીનું ફુલહાર, પુષ્‍પવૃષ્‍ટિ, ઢોલ- નગારા સાથે ભાવભર્યું સ્‍વાગત કરવામાં આવેલ હતું.

સદ્દગુરૂ પોતે માટી બચાવો અભિયાન માટે ૨૭ દેશોમાં ૩૦,૦૦૦ કી.મી.ની એકલ મોટરસાયકલ યાત્રા કરીને ૭૪ દેશો , ૮ સંયુકત રાષ્‍ટ્ર એજન્‍સીઓ અને વિશ્વભરમાં કરોડો લોકોના સમર્થન હાંસલ કર્યા છે.

(4:12 pm IST)