News of Thursday, 7th July 2022
કચ્છમાં અંતે મેઘરાજાની તડાફડી: ભુજ, મુન્દ્રા, માંડવીમાં અઢી થી ત્રણ ઈંચ
માંડવીમાં બાઈકો તણાઈ, ગ્રામીણ વિસ્તારોમાં પણ પાણી ભરાયાં, ભચાઉમાં ટ્રક ફસાઈ, ભારે વરસાદની ચેતવણી ને પગલે એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય
ભુજ : ભારે વરસાદની ચેતવણી વચ્ચે આજે કચ્છમાં મેઘરાજાએ તડાફડી બોલાવી હતી. મુન્દ્રા, માંડવી અને ભુજમાં અઢી ઈંચ વરસાદ પડી ગયો હતો. જ્યારે અંજાર, ગાંધીધામ માં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. દરમ્યાન પાણી ભરાઈ જતાં માંડવીની બજારમાં વાહનો તણાયા હતા, તો મુન્દ્રા માંડવીમાં ગ્રામીણ વિસ્તારો પણ જળ બંબોળ થઈ ગયા હતા. ભચાઉના આધોઈમાં વરસાદને કારણે ટ્રક ફસાઈ ગઇ હતી. ભુજમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. દરમ્યાન એનડીઆરએફ ની ટીમ ને સ્ટેન્ડ બાય રખાઈ છે.
(7:03 pm IST)