સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th July 2022

ભાવનગરના તળાજા, મહુવા અને સિહોરમાં અઢી ઇંચથી વધુ વરસાદ

વલભીપુરમાં પોણા બે ઇંચ, ગારિયાધારમાં એક, પાલીતાણામાં દોઢ ઇંચ ઉમરાળામાં પોણો ઇંચ ગારિયાધારમાં એક ઇંચ જેસર માં અડધો ઇંચ વરસાદ

(  વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર:ભારે વરસાદની આગાહી  વચ્ચે ભાવનગર જિલ્લામાં અડધાથી અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. જિલ્લામાં તળાજા ,સિહોર અને મહુવામાં અઢી ઇંચથી વધુ વરસાદ પડયો છે. જ્યારે વલભીપુરમાં પોણા બે ઇંચ, ગારિયાધારમાં એક, પાલીતાણામાં દોઢ ઇંચ ઉમરાળામાં પોણો ઇંચ ગારિયાધારમાં એક ઇંચ જેસર માં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે
આજે સવારના 6 થી સાંજના 6 દરમિયાન ઉમરાળામાં 16 મી.મી. ગારિયાધારમાં 21મી.મી. ઘોઘામાં 1મી.મી. જેસરમાં 10મી.મી. તળાજામાં 66 મી.મી.પાલીતાણામાં 36મી .મી.ભાવનગરમાં 1 મી.મી. મહુવા માં 65 મી.મી. વલભીપુરમાં 41 મી.મી અને શિહોરમાં 63 મિ.મિ વરસાદ નોંધાયો છે.
આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 32.1 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 87 ટકા અને પવનની ઝડપ 16 કિલોમીટર પ્રતિ કલાકની રહેવા પામી હતી.

(7:05 pm IST)