સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th July 2022

કચ્છ જિલ્લામાં શુક્રવાર-શનિવારે હળવા અને સોમવારે અતિ ભારે વરસાદની સંભાવના

વર્ષાઋતુમાં આકાશીય વીજળીથી સુરક્ષિત રહેવાના પગલાંઓ ભરવા જીલ્લા વહીવટી તંત્રની સૂચના

ભુજ :  હવામાન વિભાગની આગાહી મુજબ  તા.૦૭/૦૭/૨૦૨૨ થી તા.૧૧/૦૭/૨૦૨૨ સુઘી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે. જે અન્વયે  કચ્છ જિલ્લામાં તા. ૮-૯મીએ હળવા  અને તા. ૧૦મીની રાતથી ૧૧મી જુલાઈએ અતિ ભારે વરસાદની સંભાવના  છે. હાલમાં વર્ષાઋતુમાં કચ્છ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે તો આ અંગે આકાશીય વીજળીથી સુરક્ષિત રહેવાના પગલાંઓ લેવા, જાહેર જનતાને રાહત નિયામકશ્રી, મહેસૂલ વિભાગ, ગુજરાત રાજય, ગાંધીનગર તેમજ જીલ્લા વહીવટી તંત્ર તરફથી સૂચનાઓ આપવામાં અવાી છે.      નિવાસી અધિક કલેકટર હનુમંતસિંહ જાડેજાએ  સાવધાની રાખવા અને તેનું પાલન કરી સુરક્ષિત રહેવા જાહેર જનતાને અનુરોધ કર્યો છે.

(8:38 pm IST)