સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th July 2022

પોરબંદર જિલ્લામા તા. ૮ થી તા.૧૧ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

કુતિયાણા તાલુકા તથા શહેરીજનો સતર્ક અને સલામત રહે:પાણી ભરાયેલ જગ્યામાં ન ઉતારવા મામલતદારએ કરી લોકોને અપીલ: વરસાદની સ્થિતિમાં કોઈ બનાવ બને તો કંટ્રોલરૂમ ફોન નં.૦૨૮૦૪-૨૬૧૨૨૬ ઉપર તુરંત કંપર્ક કરવો

પોરબંદર : હવામાન વિભાગની આગાહી મુજબ તા.૮ જુલાઈથી થી ૧૧ જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી હોઇ,  કુતિયાણા તાલુકામાં તથા તાલુકાની આસપાસ આવેલ જળાશયો/તળાવો/ડેમ ભરાઇ જવાની તથા તેને લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જવાની સંભાવના રહેલી છે. તથા નદીઓમાં પુર પણ આવવાની શકયતા રહેલી છે.
આ અનુસંધાને કુતિયાણા તાલુકા અને શહેરની જાહેર પાણી ભરાયેલ હોય તેવા સ્થળે પ્રવેશ કરવો નહીં / ન્હાવા પડવુ નહીં, બાળકોને પણ આવા પાણીથી દુર રાખવા અને બિનજરૂરી સાહસ કરી પાણીના પ્રવાહમાં વાહનો સાથે કે ચાલીને પસાર થવુ નહીં, તેમજ નદીના પટમાં અવર જવર કરી જોખમી પ્રયાસ ન કરવા કુતિયાણા મામલતદારશ્રી દ્વારા અપીલ કરાઈ છે.
  આ ઉપરાંત આકાશી વિજળીથી બચવા માટે ભારતના હવામાન વિભાગ દ્વારા તૈયાર કરાયેલ DAMINI એપ ડાઉનલોડ કરી આપના વિસ્તારમાં વિજળી પડવા/થવાની શકયતાઓ અંગે અગાઉથી જાણકારી મળી રહેશે.
ભારે વરસાદ/પુર/ચોમાસા દરમ્યાન કોઇ અઘટિત બનાવ બને તો તાત્કાલીક મામલતદાર કચેરી / તાલુકા પંચાયત કચેરી / અને શહેર વિસ્તાર માટે નગરપાલિકા કચેરી તથા કુતિયાણા તાલુકાના તાલુકા કક્ષાના કંટ્રોલરૂમ ખાતે ફોન નં.૦૨૮૦૪-૨૬૧૨૨૬ ઉપર તુરંત જાણ કરવા અનુરોધ કરાયો છે.

(10:01 pm IST)