સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th July 2022

ઉના નજીક આવેલો દ્રોણેશ્વર ડેમ છલકાઈ ગયો દ્રોણેશ્વર ડેમ ભરાઈ જતા આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ખુશખુશાલ

ઉના નજીક આવેલો દ્રોણેશ્વર ડેમ છલકાઈ ગયો છે. દ્રોણેશ્વર ડેમ ભરાઈ જતા આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘમહેર થઈ રહી છે. જોકે આ વરસાદેરાહત તો આપી જ છે, પરંતુ સાથે સાથે અનેક વિસ્તારો અને હાઈ-વે પર પણ પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. વરસાદને પગલે જનજીવન ખોરવાઈ ગયું હતું.

(12:50 am IST)