સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, ગીર-સોમનાથ દ્રારા દ્રિ-ચક્રિય વાહનોના સીરીઝના ગોલ્ડન, સિલ્વર નંબરની હરાજી
ગીર-સોમનાથ, તા.૦૬ : સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, ગીર-સોમનાથ દ્રારા દ્રિ-ચક્રિય વાહનોની બાકી રહેલ નંબરની સીરીઝ જી.જે.૩૨.પી અને ફોરવ્હિલ વાહનોની બાકી રહેલ નંબરની સીરીઝ જી.જે.૩૨ કે. મા ગોલ્ડન-સીલ્વર નંબરો માટેની હરાજી તા.૨૪-૦૮-૨૦૨૦ ના રોજ ખોલવામાં આવશે. પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા વાહન માલીકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન દિવસ-૭ માં ઓનલાઈન http://parivahan.gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરી શકાશે.તા. ૧૭ થી ૧૯-૦૮-૨૦૨૦ સુધી હરાજી માટે ઓનલાઈન સીએનએ ફોર્મ રજીસ્ટ્રેશન કરી અરજી કરવાની રહેશે. તા.૨૦ થી ૨૧-૦૮-૨૦૨૦ ના રોજ હરાજી ની બોલી ઓપન થશે. તા.૨૪-૦૮-૨૦૨૦ના રોજ રજીસ્ટ્રેશન ફોર્મ તથા સીએનએ ફોર્મ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, બિરલા મંદિર વેરાવળ ખાતે જમા કરાવવાનું રહેશે. વાહન વેચાણ તારીખ થી ૬૦ દિવસની અંદરના જ અરજદારો આ હરાજીમાં ભાગ લઈ શકશે. સમયમર્યાદા બહારની અરજીઓ રદ કરવામાં આવશે તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.