News of Friday, 7th August 2020
જામકંડોરણામાં પોણા બે ઇંચ
જામકંડોરણા, તા.૭: જામકંડોરણામાં ગઇ કાલે સવારથી આજે સવાર સુધી ઝાપટાં રૂપે ધીમી ધારે વરસાદ વરસવાનું ચાલુ છે. છેલ્લા ૨૪ કલાકમાં જામકંડોરણામાં ૪૨ મી.મી. (પોણા બે ઇંચ) વરસાદ નોંધાયો છે. આ સાથે મોસમનો કુલ વરસાદ ૬૩૯ મી.મી. થયેલ છે. આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અને ખેડૂતોમાં આનંદ છવાયો છે.
(11:52 am IST)