સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th September 2020

જેતપુરનો કિશોર કેટલુ પાણી આવ્યું તે જોવા ગયા બાદ ભાદર નદીમાં તણાઇ ગયો : ત્રણ દિ' બાદ ઉપરકોટ પાસેથી લાશ મળી

ધોરાજી,તા. ૭: ઉમરકોટ ગામ પાસેથી ભાદર નદીના કાંઠા પાસે એક અજાણી લાશઙ્ગ તરતી હોવાની માહિતી ધોરાજીના મામલતદાર જોલપરાને થતા ફાયરને જાણ કરેલ હતી આ અંગે તપાસ કરતા મરણ જનાર જેતપુરના અરમાન સબીર ભાઈ પરમાર ઉમર વર્ષ ૧૨ હોવાનું જાણવા મળ્યું મરણ જનાર અરમાન તારીખ ૪/૯/૨૦ બપોરના ૨:૦૦ કલાકે મિત્રો સાથે ભાદર નદીના કાંઠે પાણી કેટલું આવ્યુ છે એ જોવા ગયેલા હતા અને ત્યાં અચાનક નદીમાં પાણી વધારે આવતાં અરમાન સબીર ભાઈ પરમાર નામનો છોકરો પાણીમાં તણાઈ ગયેલો  ઘણી શોધખોળ બાદ અરમાન મળી આવેલ ન હતો બાદમાં આજે લાશ મળી આવેલ હતી મરણ જનાર બે ભાઈઓમાંથી પોતે મોટો હતો.  જેતપુર ખાતે પ્રાથમિક શાળામાં ધોરણ-૩માં અભ્યાસ કરતો હતો મરણ જનારના પિતા સબીરભાઈ ગફારભાઈ પરમાર જેતપુરમાં ડ્રાઇવિંગ કરવાનું કામ કરે પુત્રના મોતના સમાચારથી સમગ્ર પરિવાર અને જેતપુર પંથકમાં  શોકની લાગણી વ્યાપી ગઇ હતી.

ધોરાજી નગરપાલિકા અને જેતપુર નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમને બોલાવી લાશને બહાર કાઢવામાં આવેલી હતી અને ત્યાંથી ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છેઉપરોકત બાબતે અરમાંન શબ્બીર પરમાર ના વાલી તેમના પિતાશ્રી શબ્બીરભાઈ તેને તેનો ભાઈ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે આવતા તેમને ઓળખી બતાવેલ છે અને આગળની કાર્યવાહી ધોરાજી પોલીસ ને સોંપવામાં આવી હતીઇન્સ્પેકટર હૂકુમતસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસ હાથ ધરી છે અને વધુ તપાસ અર્થે જેતપુર પોલીસને જાણ કરી છે.

(11:34 am IST)