સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th September 2020

ટંકારાના હડમતીયા ગામે નિજધામમાં ધાર્મિક કાર્યક્રમની મંજુરી માટે રજુઆત

પાલણપીર મેઘવાળ સમાજવારા પાલણપીરની જગ્યાએ ધાર્મિક કાર્યક્રમના આયોજન માટે ટંકારા પીએસઆઇને આવેદન પત્ર પાઠવી મંજુરી માંગવામાં આવેલ તે પ્રસંગની તસ્વીરમાં ચંપાબેન મારૂ તથા પાલણપીર હડમતીયાના ગાદીપતી દેહા આપા નજરે પડે છે.

ટંકારા, તા., ૭: મોરબી જીલ્લામાં ટંકારા તાલુકાના હડમતીયા ગામે પાલણપીરની પુરાણી જગ્યા નિજધામ આવેલ છે.

આ જગ્યામાં પાલણપીર સ્થાપીત ધર્મ-અર્ચના વિધિ પરંપરાગત ભાદરવા નોમની બારસ સુધીની દરરોજ જુદી જુદી વિધિ મુજબ અર્ચનાઓ કરવામાં આવે છે. તેમના વંશજો અને ભકતો દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવે છે અને બારમતી વિધિ પરંપરાની રાજકોટ જીલ્લાના જામકંડોરણા તાલુકાના ગામ ખજુરડાના રહીશ વિજયભાઇ નાથાભાઇ  ચૌહાણના હસ્તે તા.૧૩ના રોજ ૯ થી ૧ર આ વિધિ દ્વારા કરવામાં આવશે. સરકારશ્રીના ગાઇડ લાઇનનું પાલન કરીને આ વિધિ કરવામાં આવશે. જેથી આ કાર્યક્રમ માટે પરવાનગી આપવા અંતમાં જણાવેલ છે.

(11:42 am IST)