સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th September 2020

વાંકાનેરમાં સફાઇ ન થતી હોવાનો આક્ષેપઃ બે વર્ષથી પાલીકા કચેરીની રીનોવેશન કામગીરી મંદ ગતીમાં

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા., ૭ : વાંકાનેરમાં સફાઇ કામગીરી ન થતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પાલીકા કચેરીની રિનોવેશન કામગીરી પણ બે વર્ષથી મંદ ગતીએ ચાલી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

પુર્વ ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજાને સેટીંગ મુજબ રાજીનામુ અપાવી હાલના પ્રમુખ રમેશભાઇ વોરાને રજા ઉપર ઉતારી દઇ નગર પાલીકામાં ૩ મહિના માટે ચુંટાયેલા  વર્તમાન ઉપપ્રમુખ જીતુભાઇ સોમાણીએ એક હથ્થુ શાસન ચલાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત અમુક વોર્ડમાં મેઇન રસ્તા સિવાય સફાઇ કરવામાં આવતી નથી. આ અંગે સેનેટરી ઇન્સ્પેકટર અશોક રાવલને ફરીયાદ કરતા  સવારે અથવા બપોરે ઇન્ચાર્જ  પ્રમુખને ફરીયાદ કરો તો તમારા વિસ્તારની સફાઇ થઇ જશે તેવું જણાવવામાં આવે છે.

આ ઉપરાંત જુની ઓફીસનું રીનોવેશન  પણ બે વર્ષથી ચાલુ છે જેના કારણે અધિકારીઓ અને કર્મચારીઓને મુશ્કેલી પડી રહી છે. આ અંગે યોગ્ય કરવા માંગ થઇ છે.

(1:14 pm IST)