સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th September 2020

પોરબંદરના ઓડદર સીમમાં ૪૦ લાખની ખનીજ ચોરીમાં ૬ શખ્સો ઝડપાયાં

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૭: તાલુકાની ઓડદર સીમમાં ગેરકાયદે ખોદકામ કરીને ૪૦ લાખની ખનીજ ચોરી અંગે ૬ શખ્સો મહેશ ઉર્ફે મશરી અરભમ કેશવાલા રે. વાડી પ્લોટ પોરબંદર, ભરત માનસીંગ મૂળ મધ્ય પ્રદેશ હાલ ગોસાબારા પંકજ મેરામણ, રાજુ તુલશીભાઇ, રમણભાઇ સેંધીયાભાઇ તથા મહેશ તુલસીભાઇ વસોસિયા પોલીસે ધરપકડ કરીને કાર્યવાહી કરી છે.

ખાણ ખનીજ ચેકિંગ અને આર. આર. સેલની સંયુકત ટીમ દ્વારા ઓડદર સીમમાં ચેકિંગ હાથ ધરીને ગેરકાયદે ખોદકામ થયેલ જણાતાં કુલ ૪૦ લાખની ખનીજ ચોરી પકડી પાડી હતી.

(1:16 pm IST)