સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th September 2020

ચલાલા અમરેલી હાઇવે રોડની નબળી કામગીરીથી તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખુલી

બે મહિના પહેલા બે કરોડના ખર્ચે બનેલા સીસી રોડ પર ઠેર ઠેર ગાબડા

(પ્રકાશ કારીયા) ચલાલા તા.૭ : અમરેલી જીલ્લા આર એન્ડ બી. વિભાગની દેખરેખ નીચે ધારી અમરેલી વચ્ચે ચલાલા વિસ્તારનો અંદાજે એક કિ.મી.નો બે મહિના પહેલા રૂ.ર કરોડના ખર્ચે બનાવવામાં આવેલ નવા સીસી રોડ ઉપર મસમોટી તિરાડો અને મસમોટા ગાબડા પડી જતા ચલાલા શહેરના ગ્રામજનો દ્વારા ચલાલા નગરપાલિકામાં લેખીત રજુઆત કરાતા ચલાલા નગરપાલિકાની ટીમ દ્વારા આ ગ્રામજનોની લેખીત ફરીયાદને ગંભીરતા સમજી માત્ર બે મહિના પહેલામાં ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયાને બે કરોડની સરકારી  ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલ અતી મહત્વના સીસીરોડ નબળો અને નબળી ગુણવતા અને  નબળા મટીરીયલ્સથી બનાવવામાં આવેલ આ સીસી રોડ ઉપર મસ મોટી તિરાડો અને મસમોટા ગાબડા પડી જવાથી લેખીત ફરીયાદ જીલ્લા કલેકટર સાહેબને કરેલ છે.

છેલ્લા બે વર્ષથી શહેરીજનો અને શહેરના આગેવાનો દ્વારા સતત રજુઆત અને માગણીથી ચલાલા અમરેલી વચ્ચેનો શહેરી વિસ્તારનો હાઇવે મંજુર થતા અને માંડ માંડ આ રોડ બનતા અને આ માત્ર બે મહિનાના ટુકાગાળામાં આ નવા સીસી રોડ ગાબડાઓ અને તિરાડો પડી જતા શહેરીજનોમાં નિરાશા સાથે રોષ ફાટી નીકળ્યો છે.

શહેરીજનોની વારંવાર મૌખિક અને લેખીત રજુઆતના કારણે ચલાલા નગરપાલિકા ટીમે જીલ્લા કલેકટર સાહેબ જીલ્લા સાંસદ શ્રી, જીલ્લા ભાજપ પ્રમુખશ્રી અને પુર્વ ધારાસભ્યને લેખીત રજુઆત કરીને જણાવેલ છે. આ રોડની નબળી ગુણવતા સાથે બનેલ છે અને માત્ર બે મહિનાના ટુંકાગાળામાં જ મસમોટા ગાબડા અને તિરાડો પડી જતાં આ અંગે  યોગ્ય કરવા જણાવેલ છે.

(1:19 pm IST)