સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th September 2020

સાવરકુંડલામાં ભારે વરસાદથી થયેલા નુકશાનનું નિરીક્ષણ કરતા કોંગી આગેવાનો

વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, પૂંજાભાઇ વંશ, દૂધાત ઠુમ્મર સહિત આગેવાનો જોડાયા

(ઇકબાલ ગોરી દ્વારા) સારવકુંડલા,તા. ૭: સાવરકુંડલા તાલુકામાં ભારે વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થતાઙ્ગ વિરોધ પક્ષ ના નેતા પરેશભાઈ ધાનાણી પુંજા ભાઈ વંશ પ્રતાપભાઈ દુધાત વિરજીભાઈ ઠુમ્મર સહિતના કોંગ્રેસી આગેવાનોએ મુલાકાત લીધી હતી.

સાવરકુંડલા તાલુકાના ગામડાઓમાં ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકનું ધોવાણ થઈ જતા તેવા અસર ગ્રસ્ત વિસ્તારોની સ્થળની મુલાકાતે કોંગ્રેસના દિગગજો નેતાઓએ લીધી હતી.

તાજેતરમાં ભારે અને સતત વરસાદ વરસવા ના કારણે ખેડુતો ને કપાસ મગફળી તલ કઠોળ વિગેરે પાક નું ધોવાલ થઈ વ્યાપક પ્રમાણ માં નુકશાન થયેલ હતું.

ખેડૂતોએ સિજ્જનની ઉપજ લેવા ઉછીના ઉધાર વ્યાજે ચીજ વસ્તુ વેચીને રૂપિયા ભેગા કરી ખેતર માં બિયારણઙ્ગ લાઇ વાવણી કરી દવા નો છટકાવ કરી વિગેરે મહેનત અને પૈસા ઉપરં પાણી ફરીઙ્ગ અને ખેડૂતો આ વર્ષનો પાક મેળવા નિષ્ફળ ગયા હતા તેથી ખેડૂતોમાં વ્યાપક પ્રમાણ માં નારાજગી જોવા મળેલ છેઙ્ગગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અતિવૃત્ત્િ। વાળા વિસ્તારની મુલાકાત લેવા માટેનો કાર્ય કર્મ રાખવામાં આવેલ હતોઙ્ગ જેમાં સાવરકુંડલા તાલુકાના ગામડાઓમાં ભારે વરસાદથીઙ્ગ નુકશાન થયેલ તેવા વિસ્તારોની જાત મુલાકાત લઈ જાતે નિરીક્ષણ કરવામાં આવેલ હતું.

ગુજરાત વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાંણી ગુજરાત જાહેર હિસાબ સમિતિના ચેરમેન અને અમરેલી જિલ્લા ના નિરીક્ષક અને ઉનાના ધારાસભ્ય પૂજાભાઈ વંશ ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતઙ્ગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી ચંદ્રેશભાઈ રવાણી જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ હાર્દિકભાઈ કાનાણી સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિરીટભાઈ દવે પૂર્વ શહેર પ્રમુખ અને નાગરિક બેંક ના એમ ડીઙ્ગ હસુભાઈ સૂચક અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ જયાંણી ઈકબાલ ગોરી તાલુકા પંચાયત ના કારોબારી ચેરમેન અશ્વિનભાઈ ધામેલીયા તેમજ જિલ્લાઙ્ગ તાલુકા પંચાયત ના સદસ્ય નગર પાલિકાના સદસ્યો શહેર અને તાલુકા કોંગ્રેસ સમીતી હોદેદારો કાર્યકરો મોટી સંખ્યા માં જોડાયેલા હતા.

(1:20 pm IST)