News of Monday, 7th September 2020
જુનાગઢ જિલ્લામાં નવા ર૯ કેસ કુલ પોઝીટીવ દર્દી ૧૮૯૬ થવા
ર૩ દર્દી સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા
જુનાગઢ તા. ૭ : જુનાગઢ જિલ્લામાં નવા ર૯ કેસ નોંધાતા કુલ પોઝીટીવ દર્દી ૧૮૯૬ થયા છે.
રવિવારે જુનાગઢ સીટીના ૧ર, કેશોદ તાલુકાના ૧ર, વંથલી-૩, ભેસાણ તાલુકાના બે અને જુનાગઢ માળીયા તેમજ વિસાવદર તાલુકાના એક-એક નોંધાયેલ.
જો કે, ર૩ દર્દીએ કોરોનાને માત આપતા તેમને શુભેચ્છા સાથે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
જિલ્લામાં હાલ ૧૮ર કન્ટેન્ટમેન્ટ ઝોન છે તેમાં ૧૮રપ ઘરોના ૬,૯પ૩ર લોકોનો સમાવેશ થાય છે.
(1:25 pm IST)