સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th September 2020

લોકડાઉનના લીધે મજૂરી ન મળતા 'નશા' માટે પૈસાની જરૂર પડતા ચોરી કરી : જુનાગઢના દેવીપૂજકની કબૂલાત

જુનાગઢ,તા.૭ : ગત ૧૦/ ૦૭/ ૨૦૨૦ ના રોજ રાત્રીના સમયે ફરિયાદી સાહિલ હમીદભાઈ બ્લોચ રહે. હર્ષદનગર, જૂનાગઢ દ્વારા અજાણ્યા આરોપી વિરુદ્ઘ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ કે, અજાણ્યા આરોપી દ્વારા જૂનાગઢ શહેરમાં તળાવ દરવાજા, ડો. ચોખલિયાના દવાખાના સામે આવેલ પેટ્રોલ ખાતે, પ્રવેશ કરી, ઓફિસમાં રાખેલ મોબાઈલ સેમસંગ તથા ઓપો કંપનીના નંગ ૦૨ તથા ઓઇલના ડબ્બા નંગ ૫૦ મળી, કુલ કિંમત રૂ. ૨૩,૦૦૦/- ના મુદ્દામાલની ચોરી કરવામાં આવતા, દ્યરફોડ ચોરીની ફરિયાદ કરવામાં આવતા, ફરિયાદીની ફરિયાદ આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. આર.બી.સોલંકી, પીએસઆઈ એમ.આર. ગોહેલ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી.સોલંકી, પીએસઆઇ એમ.આર.ગોહેલ, હે.કો. કિશોરભાઈ, નાનજીભાઈ, પી.બી.હુણ, પૃથ્વીરાજસિંહ, સહિતની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરી, સીસીટીવી ફૂટેજ આધારે તથા ડીવાયએસપી કચેરીના ટેકનિકલ સેલના હે.કો. કમલેશભાઈ મારફતે મળેલ ટેકિનકલ સોર્સ આધારે મળેલ માહિતી આધારે આરોપી મેહુલ પ્રવીણભાઈ સોલંકી દે.પુ. ઉવ. ૨૨ રહે. ઝાંઝરડા રોડ, મોટી હવેલી, જૂનાગઢને કાળવા ચોક વિસ્તારમાથી રાઉન્ડ અપ કરી, પકડી પાડવામાં આવેલ છે. પકડાયેલ આરોપી મેહુલ પ્રવીણભાઈ સોલંકી જાતે દે.પુ.ના કબજામાંથી ઘરફોડ ચોરીમાં ગયેલ  સેમસંગ કંપની તથા ઓપો કંપનીના મોબાઈલ નંગ ૦૨ કિંમત રૂ. ૧૧,૦૦૦ના મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે.

પકડાયેલ  આરોપી મેહુલ પ્રવીણભાઈ સોલંકી દે.પુ.ની પૂછપરછ કરતા, પોતે મજૂરી કરતો હોય, નશાની આદત હોય, હાલમાં લોક ડાઉનના કારણે મજૂરી મળતીના હોઈ, પોતાને રૂપિયાની જરૂરિયાત ઉભી થતા, ઘરફોડ ચોરીની કબૂલાત કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી ભૂતકાળમાં પણ ચોરીના ગુન્હામાં પકડાયેલ હતો, આરોપીને અટક કરી, કોર્ટમાં રજૂ કરી, જેલ હવાલે કરવામા આવેલ છે.

વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.આર.ગોહિલ તથા સ્ટાફ ચલાવી રહેલ છે.

(1:26 pm IST)