સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th September 2020

મીઠાપુરમાં પાલિકાનું ટ્રેકટર રોડ વચ્ચે ઉભુ રાખતા એડવોકેટ ઉપર હૂમલો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૭ :.. મીઠાપુરના આરંભડામાં રહેતાં અને વકીલાતનો વ્યવસાય કરતાં હસમુખભાઇ દેવાભાઇ વાઘેલા (ઉ.૩૯) નામનો યુવાન ગત તા. પ ના બપોરના સમયે કેવલ શો-રૂમ પાસેથી પસાર થતો હોય ત્યારે રસ્તામાં નગરપાલિકાનું ટ્રેકટર રોકી રોડ પર રાખેલું હોય જે અંગે ટ્રેકટર ચાલક હિમત ઉર્ફે હેતા વિઠલાણીને પુછતાં તે ઉશ્કેરાઇ જઇ કાઠલો પકડી ગાળાગાળી કરી જાહેરમાં જ્ઞાતિપ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં એડવોકેટ યુવાનની ફરીયાદના આધારે પોલીસે હિમત ઉર્ફે હેતા વિઠલાણી વિરૂધ્ધ એટ્રોસીટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કુવામાં પડી જતા મોત

મીઠાપુર ટાટા ટાઉનશીપ કવાર્ટર નં. ૩૦૮ માં રહેતા પરાક્રમસિંહ પૃથ્વીસિંહ ગોહીલ (ઉ.૪૩) તથા પાછળ બેઠેલ બાલક્રિષ્નન નામનો યુવાન ગત તા. પ ના રોજ પોતાનું બુલેટ જીજે-૩૭-ઈ ૯૦૯૯ નંબરનું લઇ ઓખા-દ્વારકા હાઇવે પરથી જતાં હતાં ત્યારે રસ્તામાં ખાડો આવતાં બુલેટ સ્લીપ થઇ રસ્તાની નીચે ઉતરી રોડના કાંઠે આવેલા ખુલ્લા કુવામાં પડતાં બન્ને કુવામાં ખાબકતા શરીરના ભાગે ગંભીર ઇજા થવાથી બાલક્રિષ્નનું કુવાના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજયું હતું જયારે બુલેટ ચાલક પરાક્રમસિંહ નામના યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. બનાવને પગલે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

(1:28 pm IST)