સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th September 2020

જામનગર : પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા જતા છરી વડે હુમલો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૭ : જોડીયા પોલીસ સ્ટેશનમાં રીયાઝ રફીકભાઈ સફીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬–૯–ર૦ર૦ના બાલાચડી દરીયાકાંઠે આરોપી આમીન તાજમામદ સફીયા ફરીયાદી રીયાઝભાઈ સફીયાનો નાતીલો હોય અને તેમના નાતના પ્રસંગોમાં ફરીયાદી રીયાઝભાઈ સફીયાને તથા આરોપી અમીન સફીયાની પત્ની અને આરોપી અમીનભાઈને મળવાનું થતું હોય અને આમીનને એવો શક હોય કે ફરીયાદી રીયાઝભાઈ તથા આરોપી અમીનના પત્નીને આડા સંબંધ છે જેનો ખાર રાખી આ આમીન તથા ત્રણ અજાણ્યા માણસોએ આવી ફરીયાદી રીયાઝ સફીયાના પગમાં છરીના ઘા મારી તથા ધોકા અને પાઈપ વડે ઈજાઓ કરી જાનથી મારીનાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

નદીમાં નાહવા જતા યુવકનું ડુબી જતા મોત

જામજોધપુર ગામે રહેતા ભાવેશભાઈ અશ્વિનભાઈ ડાભી એ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે,  વેલનાથ મંદિરની પાછળ નદીમાં પાર્થે અશ્વિનભાઈ ડાભી, ઉ.વ.૧૭, રે. રાબળીયા ફળી વાછાણી વાવ પાસે, જામજોધપુરવાળા પોતાના મિત્રો સાથે નાહવા જતા પાણીમાં ડુબી જતા મોત થયું છે.

અરજીનો ખાર રાખી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી

સીટી સી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં વિજુબેન રાજેશભાઈ વરાણીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬–૯–ર૦ર૦ના શંકરટેકરી, સુભાષપરા શેરી નં.ર માં ફરીયાદી વિજુબેનએ અગાઉ આરોપી દેવો ઉર્ફે લાલો તથા હનીસીંગ વિરૂઘ્ધ હેરાન પરેશાન કવરા બાબતે અરજી આપેલ હોય જે બાબતનો ખાર રાખી આ કામના આરોપી પ્રકાશ ઉર્ફે લાલો, હનીસીંગ, દેવો ઉર્ફે લાલો એ એકસંપ કરી ફરીયાદી વિજુબેનના મકાન પાસે જઈ ફરીયાદી વિજુબેનને ગાળી કાઢી આરોપી પ્રકાશ ઉર્ફે લાલાએ ફરીયાદ વિજુબેનને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપેલ જે બાબતની ફરીયાદી વિજુબેને પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવા આવતા આરોપી ગફાર, મયલો, ઈરફાન ઈકબાલ સીપાઈ, એક અજાણ્યો ઈસમ રે. જામનગરવાળા ફરીયાદી વિજુબેનના મકાના બારણામાં તથા મોટરસાયકલમાં ધોકો પાઈપ વડે નુકશાન કરી નાશી જઈ ગુનો કરેલ છે.

ઘર પાસે આટાફેરા કરતા યુવક ઉપર શંકા જતા છરી વડે હુમલો

સીટી સી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સંજયભાઈ રમેશભાઈ વડેચા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬–૯–ર૦ર૦ના શંકર ટેકરી, સુભાષપરા, શેરી નં. રમાં ફરીયાદી સંજયભાઈ  તેમજ તેના મોટાબાપાનો દિકરો દેવાયત તેમજ તેના બીજા મીત્રો આરોપીઓ વિજયભાઈ કેશુભાઈ વરાણીયા, દેવરાજભાઈ કેશુભાઈ વરાણીયા, ના ઘર પાસે ઉભા હોય અને હાથમા મોબાઈલ હોય જેથી આરોપીઓને એમ થયેલ કે ફરીયાદી સંજયભાઈ તથા સાહેદ બંન્ને જણા આરોપીઓના ઘરનું શુટીંગ ઉતારે છે. તે બાબતનો ખાર રાખી આરોપી વિજયભાઈ કેશુભાઈ વરાણીયા ફરીયાદી સંજયભાઈ તથા સાહેદને ગાળો આપી છરીનો ઘામરાવ જતા બચાવ કરતા છરીનો એક ઉઝરડો શરીરે મારી સામાન્ય ઈજા કરી તેમજ આરોપી દેવરાજભાઈ કેશુભાઈ એ ફરીયાદી સંજયભાઈ તેમજ સાહેદને ઢીકાપાટુનો માર મારી ગાળો આપી હવે શુટીંગ કરશો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી એકબીજાની મદદગારી કરી જિલ્લા મેજીસ્ટ્રેટના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

જમીન પચાવી પાડવા બોગસ સહી કર્યાની ત્રણ સામે રાવ

સિકકા પોલીસ સ્ટેશનમાં પ્રતાપસિંહ સીદુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૦–૯–ર૦ર૦ના બેડ ગામે રે.સ.નં.૭૬ જેના જુના સર્વે નં.૧૮૧ પૈકી ૪ માં આરોપીઓ હસમુખ ખીમાભાઈ ગોજીયા, નેહાબેન ચીરાગભાઈ કારીયા, આનંદ જશવંતભાઈ મોદી, રે. જામનગરવાળા એ એકબીજા સાથે કાવત્રુ રચી ફરીયાદી પ્રતાપસિંહની હાલની ચોવીસ લાખની કિંમતની જમીન પચાવી પાડવા ફરીયાદી પ્રતાપભાઈ સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી ગુનાહીત કાવત્રાના ભાગરૂપે ઠગાઈ કરવા પ્રથમ ફરીયાદી પ્રતાપસિંહ પાસે કબજા વગરનો રજીસ્ટર વેચાણ કરાર નં. પપ૦/૧૬ નો બનાવી બાદમાં ફરીયાદી પ્રતાપસિંહના નામે તા.૩૦–૯–ર૦૧૬ ના ખોટી બનાવટી ચુકતે અવેજ મળ્યા અંગેની પહોંચ તથા કબજા પહોંચ માં ફરીયાદી પ્રતાપસિંહના નામની બનાવટી સહીવાળો ખોટો/ બનાવટી પહોંચ બનાવી તેના ખરા તરીકે ઉપયોગ કરી ગુનો કરેલ છે.

(1:28 pm IST)