સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th September 2020

'હાય કેમ છો ડાર્લિંગ'? તેમ કહીને અમરેલીના બાબાપુર પાસે હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત પ ઝડપાયા

અમરેલી, જુનાગઢ, રાજકોટ, આણંદ જીલ્લામાં પણ ગુન્હા આચર્યાની કબુલાત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૭ :.. સમગ્ર ગુજરાત રાજયનાં અલગ-અલગ જીલ્લાઓમાં હનીટ્રેપને અંઝામ આપતી ટોળકીને અમરેલી તાલુકાનાં બાબાપુર - તરવડા ગામની વચ્ચેથી હનીટ્રેપમાં ફસાવી ખંડણી માટે થયેલ અપહરણના ગુન્હાનો ગણત્રીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીઓને રોકડા રૂ. ૧,૬પ,૦૦૦ તથા કાર, મોબાઇલ મળી કુલ કિ. રૂ. પ,૮૦,૦૦૦ ના મુદામાલ સાથે અમરેલી એસ. ઓ. જી. ટીમે ઝડપી પાડી છે.

પકડાયેલ ઇસમોએ ગુન્હાઓ આચરી ગુજરાત રાજયના અલગ-અલગ જીલ્લા પૈકી અમરેલી, રાજકોટ, જૂનાગઢ, આણંદ, વિગેરે જીલ્લાઓમાં ગુન્હાઓને અંઝામ આપી માતબર રકમ પાડવેલ હતી. ઉપરોકત તમામ ગુન્હાઓમાં કુલ રૂ. ૭,૬પ,૦૦૦ બળજબરીથી ઘાક જમાવી અપહરણ કરી, જાનથી મારી નાખવાની ધમકીઓ આપી પડાવેલ છે.

પકડાયેલ આરોપીઓ બટૂક ઉર્ફે રણવીર નારણભાઇ મોણપરા ઉ.૪૮ ધંધો ખેતી રહે. કુબા, હાઇસ્કુલ સામે, સુખપુર ગામ તરફ જવાના રસ્તે તા. વિસાવદર જી. જૂનાગઢ, શબાના ઉર્ફે હંસાબા ઉર્ફે મનિષા પટેલ અમીનખાન બાબી ઉ.૪૦ ધંધો - ઘર કામ, રહેે સુખનાથ ચોક, મોચી ગલી, તા. જી. જૂનાગઢ, જયેશ ઉર્ફે ભલો કિશોરભાઇ ખાવડુ ઉ.ર૩, ધંધો કલર કામ, રહે. રાવતપરા શેરી નં. ર, બીલખા, તા. જી. જુનાગઢ, સાજણ ઉર્ફે ગઢવી નાથાભાઇ માલીયા, ઉ.૩૪, ધંધો લેબર કામ રહે. ભાડેર, મોણવેલ રોડ ઉપર, ૬૬ કે. વી.ની બાજુમાં તા. ધારી, જી. અમરેલી, પ્રદિપ ઉર્ફે પદુ ભુપતભાઇ પરમાર, ઉ.૩ર ધંધો નાસ્તાની દુકાન, રહે. ભોરીંગડા, નવા પ્લોટ, વિસ્તાર, તા. લીલીયા, જી. અમરેલીની ધરપકડ કરેલ છે.

પાંચેય આરોપીઓએ ભોગ બનનાર પાસેથી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી, અપહરણ કરી, બળજબરી પૂર્વક ધમકી આપી વિડીયો બનાવી, આંગડીયા મારફત  ખંડણી  મંગાવી રોકડ રૂ. ૧,૬પ,૦૦૦ તથા અલ્ટો મોટર કાર રજી. નં. જીજે-૧૧-સીડી-૦પ૬૦ કિ. રૂ. ૩,૮૦,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ-પ, કિ. ૩પ,૦૦૦ મળી કુલ કિ. રૂ. પ,૮૦,૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડેલ છે.

ફરીયાદી વિજયભાઇ ધીરૂભાઇ પરમાર ઉ.વ.ર૬ ધંધો પ્રાઇવેટ નોકરી રહે. ગામ ભોરીંગડા તા.મોટા લીલીયા નાઓને જુલાઇ મહીનામાં આશરે ત્રણ કે ચાર તારીખે પોતાના વોટસએપ મોબાઇલ નંબર ઉપર ગુડ મોર્નીગનો મેસેજ આવેલ જેના રીપ્લાયમાં પોતે પણ ગુડ મોર્નીગ? એવો મેસેજ કરેલ બાદ હાય કેમ છો ડારલીંગ એવો મેસેજ કરેલ જેથી મેસેજ કરીને કહેલ કે ડારલીંગ કોણ? તેમ કહેતા તેણે કહેલ કે હવે તમે ન ઓળખો તેમ વાત કરેલ અને પોતાનું નામ મનીષા પટેલ આપેલ અને પછી બંને વચ્ચે વોટસએપમાં મેસેજથી વાતો થતી હતી અને થોડા દિવસ પછી આ વોટસએપ ઉપર વિડીયોકોલ આવેલ અને આ મનિષા પટેલ નામની છોકરીએ વાત કરેલ હોય ત્યાર બાદ અવાર નવાર બન્ને વચ્ચે વોટસએપ મેસેજ તથા વિડીયો કોલથી વાતો કરી પ્રેમજાળમાં ફસાવવાની શરૂઆત મનિષા પટેલ નામની છોકરી તથા ેની સાથેના બીજા બે અજાણ્યા માણસોએ ગુન્હાહીત કાવતરૂ રચી મનીષા પટેલ નામની છોકરીએ ફરીયાદીશ્રીના મોબાઇલમાં વોટસએપ દ્વારા મેસેજ તથા વિડીયો કોલથી વાતો કરી પ્રેમજાળમાં ફસાવીને પોતાને રૂબરૂ મળવા બોલાવ્યા હતા. અજાણ્યા અપહરણકારોએ અમરેલી તાલુકાના બાબાપુર-તરવડા ગામની વચ્ચેથી ફોરવ્હીલ ગાડીમાં ફરીયાદીનું અપહરણ કરી મારકુટ કરી ગળુ દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ બળાત્કારના ખોટા ગુન્હામાં ફસાવી દેવાની ધમકી આપીને ફરીયાદીને મુકત કરવા માટે રૂપીયા પાંચ લાખની ખંડણીની માંગણી કરી જુનાગઢ લઇ જઇ બળજબરીથી મુકત કરવા બદલ રોકડા રૂપીયા ૧,૦પ,૦૦૦ પડાવી લીધા બાદ હજુ તારે વધારે રૂપીયા આપવા પડશે. જો નહી આપે તો તારા બિભત્સ વિડીયો તથા ફોટા વાયરલ કરી દેશુ જેથી ભોગ બનનારે આંગડીયા મારફતે કુલ રોડ રૂ.૧,પ૦,૦૦૦ પડાવી અવાર-નવાર ફોન કરી ધમકી આપી મોબાઇલ ફોનમાં વિડીયો ઉતારી બીજા રૂપીયાની માંગણી કરી એકબીજાને મદદગારી કરી આંગડીયામાં મારફત ખંડણી પેટેના રૂપીયા મોકલી આપવા જણાવેલ હોવાની ફરીયાદ આપતા અમરેલી તાલુકા પો.સ્ટે. પાર્ટએ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪ર૦૧૧૩૯/ ૨૦૨૦ આઇપીસી કલમ ૩૬૪ (એ) ૩૬પ, ૩૮૬, ૩૮૯, પ૦૪, પ૦૬ (ર), પ૦૭, ૧ર૦(બી), ૩૪, ૧૧૪ મુજબનો ગુન્હો અજાણ્યા  આરોપીઓ વિરૂધ્ધ નોંધાયેલ હતો.

(3:52 pm IST)