સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th September 2020

ગઢડા મોટી બા સ્‍મૃતિ મંદિરમાં મહિલાના શૌચક્રિયાના વીડિયો મુદ્દે ન્‍યાય ન મળે તો ઉપવાસ આંદોલનની મહિલાની ચિમકી

બોટાદ: ગઢડા મોટી બા સ્મૃતિ મંદિરમાં મહિલાના શોચક્રીયાના વીડિયો મામલે પીડિતાએ ફરીવાર પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં મંદિરના ચેરમેન દ્વારા મહિલા સામે કરવામાં આવેલા આક્ષેપો પર પ્રતિક્રિયા આપી હતી. મોટી બા સ્મૃતિ મંદિરમાં શોચક્રીયાની જગ્યા પાસે તુલસીનો ક્યારો નથી, તેમજ મંદિર વિભાગ દ્વારા બાથરૂમને તાળા મારી દેવામાં આવ્યા છે. જો આગામી દિવસોમાં ન્યાર નહીં મળે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલુ ગોપીનાથજી મંદિર છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં સપડાયું છે. ગત 23 ઓગસ્ટના રોજ મોટી બા સ્મૃતિ મંદિરમાં મહિલા શોચક્રીયા કરતી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પીડિતાએ અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ યોજી અને સમગ્ર ઘટના અંગેની માહીતી આપી અને પોલીસ ફરિયાદ ન લેતા હોવાનું જણાવ્યું હતું.

ત્યારે મીડિયામાં સમાચારો આવ્યા બાદ પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી હતી. મહિલાએ કરેલા આક્ષેપો સામે ગોપીનાથજી મંદિરના ચેરમેન હરજીવન સ્વામી દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, મહિલાઓ તાળા તોડવા આવી હતી. તે સમયના સીસીટીવી ફૂટેજ છે અને ત્યાં તુલસીનો ક્યારો છે. ત્યાં શું શોચક્રીયા કરવી જોઇએ તેમ જણાવ્યું હતું.

પીડિતા મહિલા દ્વારા આજે મોટી બા સ્મૃતિ મંદિર ખાતે પત્રકાર પરિષદ યોજી હતી અને જણાવ્યું હતું કે, મંદિર સામે અન્ય સીસીટીવી કેમેરા લગાવેલ છે. તેમ છતાં પણ શોચક્રીયાની જગ્યાના જ કેમ વીડિયો વાયરલ કર્યા હતા. મંદિર વિભાગ દ્વારા બહેનોને હેરાન કરવા માટે બાથરૂમને તાળા મારી દેવામાં આવ્યા છે. જેના કારણે ના છૂટકે મહિલાઓને ત્યાં શોચક્રીયા કરવી પડે છે.

શોચક્રીર્યાની જગ્યા પાસે કોઇપણ તુલસીનો ક્યારો જ નથી અને ફરિયાદના આટલા દિવસો થયા છતાં પોલીસ કોઇપણ કાર્યવાહી કરી રહી નથી. અમને બદનામ કરવા માટે આ મંદિર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને જો આગામી દિવસોમાં અને ન્યાય નહીં મળે તો અમે ઉપવાસ આંદોલન કરીશું.

(5:00 pm IST)