સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th September 2020

ગામડાઓના આર્થિક વિકાસને ઉતેજન આપવા શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મિશન અંતર્ગત રાજકોટ જિલ્લાના આટકોટ કલસ્ટરની પસંદગી

રાજકોટ ; રાષ્ટ્રીય રૂર્બન મિશનનો ઉદેશ ગ્રામ્ય વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ વધે અને શહેરોની સાથે ગામડાઓના પણ આર્થિક વિકાસને ઉતેજન આપવા તેમજ મૂળભુત સેવાઓને વધારવા રૂર્બન કલસ્ટરો બનાવી તેનું સુવ્યવસ્થિત આયોજન કરવાનો છે.

  શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મિશન(SPMRM) હેઠળ ચાલુ વર્ષમાં રાજય સરકાર તરફથી ફેઝ-૩માં રાજકોટ જિલ્લો પસંદ થયો છે. કલસ્ટરની પસંદગી માટે ગામોની કુલ વસ્તી ૨૫૦૦૦થી ૫૦૦૦૦ સુધીની હોવી જોઇએ. આ તમામ ગામો એકબીજાને ભૌગોલિક રીતે જોડાયેલ હોવા જોઇએ. ૪ કે ૫ ગામોનું કલસ્ટર બને તેવું આયોજન હોય છે.

     રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાનું આટકોટ કલસ્ટર નકકી કરવામાં આવ્યુ છે. જેમાં આટકોટ, પંચાવડા, જંગવડ, વિરનગર, ખારચિયા(જામ) ગામોનો સમાવેશ થાય છે.

     શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મિશન અંતર્ગત CEPT યુનિવર્સિીટી દ્વારા ડીપીઆર ICAP તૈયાર કરવામાં આવેલ છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ૩૦ કરોડ ગ્રાંટ ફાળવવામાં આવશે. જે અન્વયે જુદા જુદા લાઇન ડીપાર્ટમેન્ટના પ્રોજેકટ મંજૂર કરવામાં આવશે. જેમાં ૨૧ પ્રોજેકટ મંજૂર થયેલ છે. જેની ટેન્ડર પ્રક્રિયા હાલ ચાલુ છે. તેમજ નવમી SLECની મિટીંગમાં નવા ૫ પ્રોજેકટ મંજૂર થઇ આવેલ છે. તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જે.કે.પટેલની યાદીમાં જણાવાયુ છે.

(8:44 pm IST)