News of Monday, 7th September 2020
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુગાર રમતા પોલીસ કર્મીઓનો વીડિયો વાઇરલ બાદ ૪ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ તથા પોલીસ કર્મીઓની બદલી : એસ.પી.સુનીલ જોષી દ્વારા ૨૪ કલાકમાં કાર્યવાહી
ખંભાળીયાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઇકાલે જુગાર રમતા પોલીસ કર્મીઓનો વીડીયો વાઇરલ થયેલ અને જેના પગલે એસ.પી. સુનીલ જોષીએ ગણતરીના કલાકારોમં ૨૪ કલાકની અંદર ૪ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરેલ છે તેમજ અન્ય ૩ પોલીસ કર્મીઓની જિલ્લામાં બદલી કરી નાખવામા આવી છે.
(9:30 pm IST)