સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th October 2022

કોડીનારના ડોળાસાની માધ્યમિક શાળામાં કાનુની શિબિર

 કોડીનાર : તાલુકા કાનુની સેવા સમિતિ કોડીનાર દ્વારા સોમનાથ માધ્યમિક શાળા ડોળાસામાં કાનુની શિબીરનું અયોજન કરવામા આવ્યું હતું. જેમાં જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ ગીરસોમનાથ વેરાવળના ચેરમેન પી.જી ગોકાણી તથા સેક્રેટરી  કે .જી પટેલના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનુની સેવા સમિતિ સમિતિના અધ્યક્ષ  એસ.એમ. પરમાર તથા લીગલ સેક્રેટરી ભાવિન જેઠવાના સુચન અન્વયે પી.એલ.વી પ્રકાશ જે મકવાણા, અસ્મિતા ગોહિલ, રંજન વાઘેલા દ્વારા શાળાના બાળકોને તેમના અધિકારો, જાતિય સતામણી, બાળ ગુનાઓ,અને પોકસો વિષે માહિતગાર કર્યા અને કાનૂની જાગૃતિના પેમ્પલટ વિતરણ કર્યા હતા.

(11:52 am IST)