કેશોદમાં DYSP ઠક્કર, જુનાગઢના ડોલરભાઈ કોટેચા અને પ્રદિપભાઈ ખીમાણીનો સન્માન સમારંભ યોજાયો
(સંજય દેવાણી ધ્વારા) કેશોદ, તા. ૭: કેશોદ લોહાણા મિત્ર મંડળનાં નિલેશ રાભેરૃ તથા જયેશભાઈ તન્ના , કેશોદ પોલીસ સ્ટાફ તથા કેશોદ ની વિવિધ સંસ્થાઓ ધ્વારા કેશોદમાં નિમણુંક પામેલા નવા ઝ્રક્કલ્ભ્ બિપીનચંદ્ર ઠક્કર અને જુનાગઢના ડોલરભાઇ કોટેચા તથા પ્રદીપભાઇ ખીમાણીની આગવી સિધ્ધિઓ બદલ તેઓના સન્માન નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.
ઝ્રક્કલ્ભ્ બિપીનચંદ્ર ઠક્કર રાજકોટમાં ખૂબજ સારી કામગીરી બજાવી વહીવટી પ્રક્રિયાનાં ભાગરૃપ તેમની બદલી કેશોદ માં થતાં આ વિસ્તારનાં શ્રેષ્ઠીઓ દ્વારા તેમનો વેલકમ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ ઉપરાંત સહકારી ક્ષેત્રમાં જેમનું નામ દેશભર માં નિષ્ઠાવાન વ્યકિત તરીકેની ઓળખ ધરાવતા નેશનલ કો ઓપ. ફેડરેશન એંડ રૃલર ડેવલોપમેન્ટ બેંકસ લી. નાં ચેરમેન ડોલરભાઈ કોટેચા અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનાં ચેરમેન પ્રદીપભાઇ ખીમાણી નું સન્માન લેઉવા પટેલ સમાજ, સોની સમાજ કડવા પાટીદાર સમાજ, આહિર સમાજ,જલારામ મંદિર, લોહાણા મહાજન મોબાઈલ એસોસીએશન વગેરે સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ હતુ. કાર્યક્રમનું સંચાલન ભુપેન્દ્ર ભાઈ જોશીએ કરેલ હતુ.