News of Saturday, 8th January 2022
વઢવાણ સબ-ડિવિઝન હેઠળના કારિયાણીમાં 76 લાખની વીજ ચોરી ઝડપાઇ
ચેકિંગમાં ટીસીના એલટી સ્ટડમાંથી ડાયરેક્ટ કેબલથી મીટર બાયપાસ કરીને વીજ ચોરી કરતા હોવાનું ખુલ્યું : સત્યમ એન્ટરપ્રાઇઝ સામે કાર્યવાહી
સુરેન્દ્રનગર :વઢવાણ સબ-ડિવિઝન હેઠળના કારિયાણીમાં 76 લાખની વીજ ચોરી ઝડપાઇ છે આ અંગે મળતી માહિતી મુજબ વીજ ચેકીંગ કરતા વઢવાણ સબ ડિવિઝન હેઠળ કારીયાણી ગામે એક ગ્રાહકને ત્યાંથી આશરે 76 લાખ રૂપિયા ની વીજ ચોરી પકડાઈ છે
સત્યમ એન્ટરપ્રાઇઝ સામે આ વીજ ચોરી મામલે કાર્યવાહી કરાઈ છે કારીયાણી ગમે વીજ ચોરીની કલમ 135 હેઠળ કાર્યવાહી કરાઈ છે
વીજ ચેકીંગ દરમિયાન ટીસીના એલટી સ્ટડમાંથી ડાયરેક્ટ કેબલથી મીટર બાયપાસ કરીને વીજ ચોરી કરતા હોવાનું ખુલ્યું હતું આ અંગે વઢવાણ સબ ડિવિઝનના ડીઇ પી.વી. પંચાલ તપાસ ચલાવી રહ્યાં છે
(10:55 pm IST)