સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th January 2022

કચ્છમાં કોરોનાના ફૂંફાડાને પગલે તંત્ર સજ્જ

ગ્રામીણ વિસ્તારોમાં ત્રણ નવા ઓકસીજન પ્લાન્ટ ઉભા કરવા સાથે હોમ સર્વેલન્સની કામગીરી શરૃ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૮ :  વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ની સંભવિત ત્રીજી લહેરથી બચવા માટેની પૂર્વ તૈયારી અને આયોજન માટે કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે કોવીડ કોર કમિટિની બેઠક યોજાઇ હતી.

કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓ, હોટ સ્પોટ વિસ્તારો અને ગ્રામ્યસ્તર સુધી જિલ્લાવાસીઓની સ્વાસ્થ્ય સુરક્ષા સબંધી કોવીડ-૧૯ માટેની વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા કરાયેલી તૈયારી અને આયોજનની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી.

કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.એ આ તકે કોવીડ-૧૯ના સઘન સર્વેલન્સમાં કોન્ટેક ટ્રેસીંગ, હાઉસ ટુ હાઉસ સર્વે, ઘનવંતરી રથ સેવા તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા, ૧૦૪ અને ૧૧૦૦ની કોલ સેવા બાબતે ફોકસ કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં ખાવડા, મુન્દ્રા અને પલાસવા ખાતે નવા ઓકિસજન પ્લાન્ટ કાયર્િાન્વત થશે તે બાબતે ચર્ચા કરાઈ હતી. ભુજ, ભચાઉ, માંડવી, મુન્દ્રા, અબડાસા, નખત્રાણા, નલિયા, રાપર, અંજાર, ગાંધીધામ તાલુકામાં કોવીડ-૧૯ માટેની તૈયારી અને આયોજન માટે પ્રાંત અધિકારીઓ સર્વશ્રીઙ્ગ સાથે હોસ્પિટલ, કોવીડ કેર સેન્ટર, ઓકિસજન પ્લાન્ટ અને ખાનગી સંસ્થા તેમજ ઉધોગો દ્વારા અપાતા સહયોગ બાબતે છણાવટ કરી હતી તેમજ વિગતે માહિતી મેળવી જરૃરી સુવિધાઓ ઉપલબ્ધ કરવાની તૈયારીના સૂચનો પણ આપ્યા હતા.

નિવાસી અધિક કલેકટર હનુમંતસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનક માઢક, સીવીલ સર્જન ડો.કશ્યપ બુચ તેમજ પ્રાંત અધિકારી સાથેની ચર્ચામાં કલેકટરે સૌને જણાવ્યું હતું કે, કોરોના કોવીડ-૧૯ માટે કામગીરી કરવાની વહીવટી અને આરોગ્ય તંત્રની આ સંયુકત જવાબદારી છે. જે દરેકે સાથે મળીને નિભાવવાની છે.

આ બેઠકમાં પ્રાંત અધિકારી સર્વશ્રી અતિરાગ ચપલોત, પી.એ.જાડેજા, ડો.મેહુલ બરાસરા, પ્રવિણસિંહ જૈતાવત, જય રાવલ, કલ્પેશ કોરડીયા, જિલ્લા પુરાવઠા અધિકારી રીના ચૌધરી, નિયામક ડી.આર.ડી.એ. આસ્થા સોલંકી, જિલ્લા આંકડા અધિકારી રોહિત બારોટ, ડો.કેશવકુમાર, ડો.અમીન અરોરા, જિલ્લા શિક્ષણાધિકારી ડો.બી.એન.પ્રજાપતિ, નાયબ માહિતી નિયામક મિતેશ મોડાસીયા, ડીઝાસ્ટર મામલતદાર નિરવ બ્રહમભટૃ, નાયબ મામલતદાર રમેશભાઇ ઠકકર તેમજ આઈ.ટી.આઇ.ના આચાર્ય, જી.કે.જનરલ હોસ્પિટલના સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

(11:32 am IST)