સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th January 2022

લીંબડીના રળોલ ગામે ધારીયાના ઘા ઝીંકી મિત્રએ જ મિત્રની હત્યા કરી

દિનેશે મિત્રને ઘરે ન આવવાનું કહેવા મુદ્દે મામલો બિચકયોઃ મૃતકની પત્ની રિસામણે પણ જતી રહી હતી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૮: લીંબડી તાલુકાના રળોલ ગામે ૩૫ વર્ષનાં યુવકની હત્યાં થતાં ચકચાર મચી ગઇ છે. આ મામલે પાણશીણા પોલીસ સ્ટેશનમાં ફ્રિયાદ નોંધાઇ છે. જેને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
 તાલુકાના રળોલ ગામે રહેતાં દિનેશભાઈ ગફ્ુરભાઈ સાપરાને ધારીયા જેવા તિક્ષ્ણ હથિયારથી માથાના ભાગે નવેક જેટલાં ઘા ઝીંકી હત્યાં કરવામાં આવી હતી.
ત્યારે મૃતક દિનેશભાઈના મોટાભાઈ અમરતભાઈ ગફ્ુરભાઈ સાપરાએ જણાવ્યું હતું કે તેમનો નાનો ભાઈ દિનેશભાઈ સાપરા તથાં તેનો મિત્ર બાબુભાઈ ઉંર્ફ્ બાબુડીયો ટપુભાઈ જે બંને મિત્રો હતાં પરંતુ  બાબુ અવળી લાઈનનો હોવાથી દિનેશની પત્નીને નો ગમતાં તે રીસામણે જતી રહી હતી. તેમ છતાં બાબુ દિનેશના દ્યરે આવતો હતો. ત્યારે દિનેશે તેનાં મિત્રને ધરે નહીં આવવાની અવારનવાર ના પાડી હતી.  તે બાબતથી લઈને બાબુને ન ગમતાં બાબુએ ઉંશ્કેરાઈને ધારીયા જેવા તિક્ષ્ણ હથિયારથી દિનેશના માથામાં નાના મોટા નવેક જેટલાં ઘા ઝીંકી નાસી છુટયો હતો.ત્યારે દિનેશની દિકરી તથાં તેના મોટા ભાઈના જાણ થતાં દિનેશને લીંબડી આર આર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જયાં દિનેશને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આ બનાવ અંગે દિનેશનાં મોટાભાઈ એ પાણશીણા પોલીસ સ્ટેશનમાં ફ્રિયાદ નોંધાવી હતી. ત્યારે પાણશીણા પીએસઆઈ આર.જે.જાડેજા તથાં પોલીસ સ્ટાફ્ દ્યટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

 

(11:32 am IST)