સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th January 2022

કોરોના કહેરથી બચવા ચોટીલામાં ‘આપ'ના નેતા મહેશ સવાણીએ માસ્‍ક પહેરાવ્‍યા

ચોટીલાઃ  ૨૦૨૨ વિધાનસભાની સમીક્ષા બેઠકમાં આવેલા આપના નેતા મહેશ સવાણીએ ચોટીલાના લોકોને કોરોનાથી બચવા માસ્‍ક પહેરાવ્‍યા હતા. આપણે જોઇએ છીએ તેમ અવાર નવાર મોટા નેતાઓ આવે ત્‍યારે લોકોને પોતાના પક્ષનો ખેસ પહેરાવતા નજરે પડતા હોય છે. પણ ચોટીલા પધારેલ સમાજ સેવક અને આપના નેતા નેતા મહેશ સવાણીએ લોકોના આરોગ્‍યને ધ્‍યાનમાં રાખી ખેસને બદલે માસ્‍ક પહેરાવ્‍યા હતા.

 

(12:05 pm IST)