સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th January 2022

બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ૨૧૫૬ શિક્ષણ સહાયકોને પૂરા પગારના હુકમો જીતુભાઇ વાઘાણીના હસ્તે એનાયત

રાજયના કર્મચારીઓને સેવા વિષયક લાભો સમયસર મળી તે માટે રાજય સરકાર કટિબદ્ઘ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૮ઃ ગાંધીનગર ખાતે રાજયના બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ૨૧૫૬ શિક્ષણ સહાયકો પૈકી પાંચ શિક્ષણ સહાયકોને પ્રતિકાત્મક રૃપે શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે પૂરા પગારના હુકમ એનાયત કરવામાં આવ્યા હતા.

શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પાંચ વર્ષ પૂર્ણ કરનાર શિક્ષણ સહાયકોને અભિનંદન પાઠવતા કહ્યું કે, જે મહિનામાં શિક્ષણ સહાયકોના પાંચ વર્ષ પૂર્ણ થાય કે તૂરંત જ તેમને પૂરા પગારમાં સમાવવામાં આવે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, રાજયના કર્મચારીઓને સેવા વિષયક લાભો સમયસર મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજય સરકાર કટિબદ્ઘ છે.ઙ્ગ

શિક્ષણમંત્રીશ્રીએ પૂરા પગારમાં નિમણૂક પામનારા શિક્ષણ સહાયકોને પુરા ખંતથી, નવી શિક્ષણનીતિ થકી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નના ભારતના દ્યડવૈયા બનવા આહવાન કર્યું હતુ. માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક ક્ષેત્રે રાજયના યુવાઓને કારકિર્દી માટે રોજગારીની વિપુલ તકો પૂરી પાડવામાં આવે છે. જે અંતર્ગત શિક્ષણ સહાયકોની સમયાનુસાર ભરતી કરવામાં આવે છે. રાજયની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ડિસેમ્બર-૨૦૧૬માં નિમણૂંક પામેલ ૨૧૫૬ શિક્ષણ સહાયકોના પાંચ વર્ષ પૂર્ણ થતા તેમના પુરા પગારના હુકમ કરવામાં આવ્યા છે. રાજયના વિવિધ જિલ્લાઓમાં જિલ્લાકક્ષાએથી પાંચ વર્ષ પૂર્ણ કરનારા શિક્ષણ સહાયકોને પૂર્ણ પગારના હુકમો આપવામાં આવી રહ્યા છે.ગાંધીનગર સ્થિત શિક્ષણ મંત્રી જીતુભાઇ વાદ્યાણીની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં કમિશનર શાળાઓની કચેરીના કમિશનર શ્રી શાલિની દુહાન, સંયુકત શિક્ષણ નિયામક શ્રી એચ.એન. ચાવડા, ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભરત વાઢેર સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

(12:22 pm IST)