હળવદ યુવા ભાજપ દ્વારા કોંગ્રેસના પૂતળાનું દહન
હળવદ : બુધવારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાશ દરમિયાન તેમના કાફલા ને રોકી અને હુમલાની જે કોશિશ કરવામાં આવી હતી તેને હળવદ યુવા ભાજપ દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને હળવદના સરા નાકા ખાતે કોંગ્રેસના પૂતળા નું દહન કરી અને રોષ વ્યકત કર્યો હતો હાજર સૌ એ ભારત માતા કી જય વંદે માતરમ સહીત નરેન્દ્રભાઈ આપ આગે બઢો હમ સબ આપકે સાથ હે ના નારા લગાવી દેશ ના પ્રધાનમંત્રીના દીર્દ્ય આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી આ કાર્યક્રમ માં ધારાસભ્ય પરસોતમભાઇ સબરીયા , જિલ્લા પંચાયત ના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, બિપીનભાઈ દવે, કેતનભાઈ દવે , દાદાભાઈ ડાંગર , ધર્મેન્દ્રસિંહ ઝાલા, વલ્લભભાઈ પટેલ, નયનભાઈ પટેલ, સહીત કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ગીરીશભાઈ પરમાર, તપનભાઈ દવે, રવિ પટેલ, મેહુલ પટેલ, હિતેશ લોરિયા, અશોક પ્રજાપતિ , વિશાલ રાવલ , વિકાશ કુરિયા સહીત યુવા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.