સુરેન્દ્રનગરના શેખપર ગામે ડમ્પર ચાલક બેકાબુ : બાઇકને અડધો કિ.મી. ઢસડયુ
બાઇક ચાલક ઇજાગ્રસ્ત ઃ બાઇકમાં આગ લાગતા ડમ્પર પણ સળગ્યુ : મોટી જાનહાની અટકી
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૮ : સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના શેખપર ગામ નજીક રોડ રસ્તા ઉપર બાઈક ચાલકને ડમ્પર ચાલકે અડફેટે લીધો હતો તેવા સંજોગોમાં ડમ્પર ચાલક ડમ્પર ઉપર કાબુ કરી ન શકતા બાઈક ને અડધો કિલોમીટર સુધી રોડ રસ્તા ઉપર પડયું હતું જેને લઇને બાઇકમાં આગ લાગી જવા પામી હતી ત્યારે આ બાઇકમાં લાગેલી આગે ડમ્પરને પણ આગ ચાંપી હતી.
તેવા સંજોગોમાં શેખપર ગામ નજીક મોડી સાંજે ડમ્પર અને બાઈક બંનેમાં આગ લાગતાં સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડની ટીમનો સંપર્ક સાધવામાં આવ્યો હતો તેને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી જઇ અને આ ગોપાલ મારો ચલાવી ડમ્પર અને બાઈક માં લાગેલી આગને કાબૂમાં મેળવી હતી ત્યારે જ નથી બાઇકચાલક જે સમયે બાઈક નીચે પછડાયું તે સમયે બાઈકથી દૂર થઈ જવા પામ્યા હોવાના કારણે નાની-મોટી ઇજા થઇ છે.
બાઈક ચાલકને નજીકની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે તે આ બાબતની જાણકારી પોલીસને થતા તાત્કાલીક પોલીસ પણ ઘટનાસ્થળે દોડી જવા પામી છે ત્યારે એક પણ નજીક ડમ્પર પણ બળીને ખાખ થઇ જવા પામ્યું છે અને બાઇક પણ બળી જવા પામ્યો છે. ત્યારે આ મામલે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.