દાત્રાણા ગામે ૭૦ બોટલ સાથે બે ઝડપાયા
ખંભાળીયાઃ દાત્રાણા ગામના મહેશભાઈ સવદાસભાઈ ચાવડાએ તેના મકાન પાસે આવેલ કુળદેવી ગાત્રાળ માતાજીના મંદિરવાળાની બાજુમાં પડતર મકાનનો કબ્જો રાખી આ મકાનમાં ગે.કા. ઈંગ્લીશ દારૃનો જથ્થો સંતાડી રાખી હેરફેર કરવાની પેરવીમાં છે. તેવી હકીકત આધારે રેઈડ કરી ઈંગ્લીશ દારૃની બોટલો નંગ-૭૦ કિં. રૃા. ૨૮૦૦૦ના મુદામાલ સાથે (૧) મહેશભાઈ આહિર (ઉ.વ. ૨૧) (૨) હરદીપસિંહ દોલુભા જાડેજા (ઉ.વ. ૨૬) રહે. સીદસરા ગામ તા. કલ્યાણપુરને ઝડપી લીધા હતા અને (૧) ફરારી હેમુભાઈ ઉર્ફે હેમતભાઈ ગઢવી રહે. રાણ સીમ તા. કલ્યાણપુર ફરાર થઈ ગયો હતો.
આ કાર્યવાહીમાં એલ.સી.બી. પીઆઈ જે.એમ. ચાવડાની સૂચના મુજબ એએસઆઈ દેવસીભાઈ સાજણભાઈ ગોજીયા, હેડ કોન્સ. મસરીભાઈ ભીખાભાઈ ભારવાડીયા, બોઘાભાઈ મેરામણભાઈ કેશરીયા, લાખાભાઈ મેરામણભાઈ પિંડારીયા, ડ્રાઈવર હેડ કોન્સ. હસમુખભાઈ બાબુભાઈ કટારા જોડાયા હતા.