સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th January 2022

મોરબીની વજેપર પ્રાથમિક શાળામાં ચાર વોર્ડના નાગરિકો માટે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ સેવાસેતુ કેમ્પની મુલાકાત લીધી.

મોરબી : રાજ્ય સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત વિવિધ કામો સ્થળ પર કરી આપવા અને પ્રશ્નોના ત્વરિત ઉકેલ કરવામાં આવતા હોય છે જેમાં આજે સાતમાં તબક્કા અંતર્ગત મોરબી નગરપાલિકા દ્વારા વોર્ડ નં ૮,૯,૧૦ અને ૧૧ના નાગરિકો માટે  સમયગેટ પાસે, વજેપર પ્રાથમિક શાળા ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પની મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મુલાકાત લીધી હતી જે પ્રસંગે મંત્રીએ સ્થાનિક આગેવાનોને સરકારની યોજનાઓ અને સહાય જરૂરીયાતમંદ સુધી પહોંચે તે માટે વિશેષ પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો. વજેપર ઉપરાંત મોરબી તાલુકાના ચાચાપર ગામે ગ્રામ્ય કક્ષાના સેવાસેતુ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહી સ્થાનિક ગ્રામજનોને રૂબરૂ મળી સરકારી યોજનાઓ અને સહાયનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

(12:41 pm IST)