સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th January 2022

મોરબી જીલ્લામાં ૬ વિદ્યાર્થીઓ સહીત વધુ ૩૪ કોરોના સંક્રમિત : આજે ૧૪ દર્દી સ્વસ્થ થયા :

જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૧૨૪ થયો.

મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં પ્રતિદિન ઉછાળો જોવા મળી રહ્યો છે જેમાં આજે કોરોનાના નવા ૩૪ કેસો નોંધાયા છે જીલ્લામાં છ વિદ્યાર્થીઓ સહીત વધુ ૩૪ નાગરિકો કોરોના સંક્રમિત થયા છે તો આજે ૧૪ દર્દીઓ સ્વસ્થ થયાની માહિતી પ્રાપ્ત થઇ છે
આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જીલ્લામાં આજે નવા ૩૪ કેસો નોંધાયા છે જેમાં મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૦૯ અને શહેરી વિસ્તારમાં ૨૩ કેસ, જયારે ટંકારા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૦૨ નવા કેસો મળીને કુલ ૩૪ કેસો નોંધાયા છે તો મોરબી અને ટંકારામાં ૧૪ દર્દીઓ સ્વસ્થ થયા છે
આજે ૩૪ પૈકી છ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે જેમાં નિર્મળ વિધાલયનો ૦૧ વિદ્યાર્થી, ઓરપેટ કન્યા શાળાના ૦૪ વિદ્યાર્થી અને સર્વોપરી સ્કૂલનો ૦૧ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયાની માહિતી મળી છે જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૧૨૪ થયો છે

(12:43 pm IST)