સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th January 2022

જૂનાગઢમાં ટ્રકોના કાચ તોડી પાંચ મોબાઇલ સહિત સામાન ચોરનાર ડફેર ઝડપાયો

જૂનાગઢ,તા. ૮ : જૂનાગઢ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૩૦૨૫૨૧૧૨૩૯ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો ગત તા. ૨૬/૧૨/૨૦૨૧ના હાઇવે ઉપર પટેલ ટ્રાન્સપોર્ટનના પાર્કીંગમાં બનેલ છે. જેમાં રાત્રીના શરદભાઇ ભીમજીભાઇ વઘાસીયા રહે.જૂનાગઢ વાળાના પટેલ ટ્રાન્સપોર્ટના પાર્કીંગમાં પાર્ક કરેલ અલગ અલગ ટ્રકોના દરવાજાના કાચ તોડી જુદા-જુદા ડ્રાઇવરના રોકડા રૃ. ૨૭,૫૦૦ તથા અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ -૫ કિં. રૃા. ૫૪,૨૦૦ ના મળી કુલ રૃા. ૮૧,૭૦૦ના મુદ્દામાલની ચોરી કરી લઇ જઇ ગુન્હો કરેલ છે.

આ કામે કાસમ જૂમાભાઇ ડફેર રહે. મોટીમારડ તા. ધોરાજી વાળો સંડોવાયેલ હોવાની હકિકત મળતા તે દિશામાં વધુ તપાસ હાથ ધરતા મજકૂર ઇસમ જૂનાગઢ ધોરાજી ચોકડી નજીક કાળા કલરનું જીન્સનું પેન્ટ વાદળી કલરનો લાલ ચેકસ વાળો શર્ટ તથા ઉપર ગરમ કોટ પહેરીને ઉભેલો હોવાની હકિકત મળતા તપાસ કરતા મળી આવતા પુછપરછ કરતા ભાંગી પડેલ અને આ ગુન્હો કરેલાની કબુલાત આપતા. તેની અંગજડતીમાંથી રોકડા રૃા. ૨૫,૦૦૦ તથા મોબાઇલ ફોનો -૪ કિં. રૃા. ૪૪,૨૦૦ ના મળી આવતા તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી અર્થે જૂનાગઢ તાલુકા પો.સ્ટે.ને સોંપી આપવામાં આવેલ છે.

(1:11 pm IST)