સાવરકુંડલાના પત્રકાર ઇકબાલ ગોરીની કોંગ્રેસના માઇનોરીટી ડીપાર્ટમેન્ટમાં મહામંત્રી તરીકે નિમણુંક
સાવરકુંડલા, તા.૮: સાવરકુંડલાના યુવા પત્રકાર ઈકબાલભાઈ ગોરી ની પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગુજરાત રાજય માઇનોરિટી ડિપાર્ટમેન્ટના મહામંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી છે ગુજરાત રાજયના માઇનોરિટી ડિપાર્ટમેન્ટ ના પ્રમુખ વજીરખાન પઠાણ દ્વારા ઇકબાલભાઇ ગોરીની વરણી કરતા સમગ્ર રાજયના મુસ્લિમ સમાજમાં નિમણુંકને આવકારવામાં આવી રહી છે.
ઇકબાલભાઇ ગોરી વફાદારીથી વર્ષોથી કોંગ્રેસ સાથે રહીને અસંખ્ય ગણપત્ર લોક ઉપયોગી કર્યો કાર્ય છે, તેમજ શ્રી ગોરી અગાઉ અમરેલી જિલ્લા કોંગ્રેસ લઘુમતી સેલમાં, અમરેલી જિલ્લા કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટના પ્રમુખ તરીકે તેમેજ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે સેવાઓ આપી ચુક્યા છે, તદુપરાંત ગુલીસ્તાન એજયુકેશન ટ્રસ્ટ - સાવરકુંડલા ના ચેરમેન તરીકે તેમજ અખિલ ગુજરાત સિપાહી સમાજના ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપી રહ્યાં છે, ‘ગરીબોના બેલી' અને ‘અડધી રાતના હોંકારા' સમાન ઇકબાલભાઇ ગોરી સાવરકુંડલા વિસ્તારમાં ૧૦૮ જેવું કામ કરી રહ્યા છે, અને તેઓ ગુજરાતના માતબર અખબાર અકિલાના સંવાદદાતા તરીકે વર્ષો થી સેવાઓ આપીને પત્રકારિતા ક્ષેત્રે પણ મોટી નામના મેળવી છે.
ત્યારે ઈકબાલભાઈ ગોરીની પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગુજરાત રાજય માઇનોરિટી ડિપાર્ટમેન્ટના મહામંત્રી તરીકે નિમણુંક થતા તેમના ચાહક વર્ગમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે, અને પ્રશંસકો અને મિત્ર વર્તુળ દ્વારા ચારો તરફથી અભિનંદનની વર્ષા થઇ રહી છે. આ વરણીને ધારાસભ્ય ગયાસુદીન શેખ, ઇમરાનભાઈ ખેડાવાળા, જાવેદબાપુ પીરજાદા, કદીર પીરજાદા, પૂર્વ વિરોધપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી, ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર, ધારાસભ્ય અમરીશભાઈ ડેર, ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી કે રૈયાણી, ગુજરાત મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ જેનીબેન ઠુમ્મર, વિદ્વાન એડવોકેટ રફીકભાઈ મોગલ માજી ધારાસભ્ય ઠાકરશીભાઈ મેતલીયા, નરેશભાઈ અધવરીયું, મુઝફ્ફરહુસૈન સૈયદ, ટીકુંભાઈ વરૂ સમીર કુરેશી વિગેરે કોંગ્રેસી આગેવાનોએ આવકારી અભિનંદન પાઠવેલ હતા.