સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th January 2022

બગવદર પંથકમાં ૬ લાખની વીજ ચોરી

(હેમેનદ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૮ : પીજીવીસીએલની ૩૪ વીજ ચેકિંગ ટુકડીઓ બે દિવસથી વીજ ચોરી ચેકીંગ કરી રહેલ છે જે દરમિયાન બગવદર પંથકમાં વીજ તંત્રએ ૬ લાખની વીજ ચોરી ઝડપી લીધી હતી.
પીજીવીસીએલીન વીજ ચે.કિંગ ટુકડીઓ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્‍તારના ગામોમાં વીજ ચોરી અંગે ચેકિંગ કરી રહેલ છે. ૩૪ જેટલી વીજ ચેકિંગ ટુકડીઓમાં ૧૩ ટીમો રાજકોટથી  આવીને જિલ્લામાં અલગ અલગ વિસ્‍તારોમાં ચેકિંગ કરી રહેલ છે. પોરબંદર તાલુકા ઉપરાંત રાણાવાવ અને કુતિયાણા તાલુકાઓમાં વીજ ચેકિંગ થઇ રહેલ છે. આ વીજ ચેકિંગ ટીમો સાથે એસઆરપી તથા વાડીઓને કેમરા ટીમ જોડાઇ છે.

 

(1:50 pm IST)