સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th January 2022

કાલે પોરબંદરમાં શ્રી સુદામાજીનો 122મોં પાટોત્સવ : શાસ્ત્રકત વિધિથી ઉજવાશે : જાહેર કર્યક્રમ રાખેલ નથી

કોવીડ ગાઇડલાઇન મુજબ માર્યાદિત સંખ્યામાં લોકો રહેશે ઉપસ્થિત

( હેમેન્દ્રભાઈ પારેખ દ્વારા ) પોરબંદર : આવતીકાલે પોષ સુદ આઠમ તા,9-1-2022ના રોજ શ્રી સુદામાજીનો 122મોં પાટોત્સવ ઉજવાશે,આ ઉત્સવ પૃષ્ટિમાર્ગ વૈષ્ણવ સંપ્રદયન નિત્ય લીલામાં પોઢી ગયેલ ગોસ્વામી 108 શ્રી ગોવિંદરાયજી મહારાજની પ્રેરક પ્રરેણાથી પ્રતિવર્ષ કાપડના વેપારી ઠા ,હરિદાસ કુરજીભાઈ લાખણી ઉર્ફે પોપટભાઈ પરિવાર દ્વારા ઉજવવાવામાં આવે છે

સુદામા મંદિરની બાંધણી માટે પોરબંદર એડમિનિસ્ટ્રેશન શાશનમાં રાજવી ભાવસિંહજી રાણાએ વિનામૂલ્યે ચોક્કસ શરતોને આધીન આ જમીન આપી હતી, અને જીર્ણોધાર માટે પોરબંદરના મૂળ વતની દશા શ્રીમાળી પૃષ્ટિમાર્ગીય વૈષ્ણવ નેમીદાસ કલ્યાણજી તથા સ્વ, મોતીચંદ કપૂરચંદ ગાંધીએ ચાર આના ની લોટરી રાખી હતી, અને આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને મંદિરના એક એક પથ્થરમાં વિષ્ણુ શહસ્ત્રનો પાઠ કરાવેલ પરન્તુ કોવીડ મહામારીના કારણે આ પાટોત્સવ શાસકરોત વિધિ અનુસાર માર્યાદિત રીતે ઉજવાશે જાહેર કાર્યક્રમ રાખેલ નથી

(9:51 pm IST)