સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th January 2022

ભરૂચમાં પતંગની દોરીએ પ્રાણ લીધા:રસ્તામાં દોરી ગળામાં ફસાઈ જતાં મહિલાનું કરૂણમોત

ભોલાવ ભૃગુઋષિ બ્રિજ પર જાડેશ્વરથી શક્તિનાથ સુધી પોતાના ટૂ વ્હીલર પર પસાર થતા મહિલાના ગળામાં દોરી ફસાઈ જતા ત્યાં જ ફસડાઈ ગયા

ભરૂચ :શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલા અરૂણોદય બંગલોઝમાં રહેતાં અંકિતા હિરેન મિસ્ત્રી (ઉં.વ.30) શહેરના ભોલાવ ભૃગુઋષિ બ્રિજ પર જાડેશ્વરથી શક્તિનાથ સુધી પોતાના ટૂ વ્હીલર પર પસાર થઈ રહ્યાં હતા. આ દરમિયાન અચાનક પતંગની ધારદાર દોરી અંકિતાના ગળામાં ફસાઈ જતાં તેઓ ત્યાંજ ફસડાઈ પડ્યા હતા.

જે બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત અંકિતાબેનને તાત્કાલીક 108ની મદદથી સારવાર માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું.

(12:09 am IST)