સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th February 2023

મોરબી જિલ્લામાં વ્યાજખોરો સામે પોલીસની લાલઆંખ : નોંધાયેલ ૨૧ ફરિયાદ સામે ૩૯ વ્યાજખોર ઝડપાયા

પોલીસ દ્વારા જિલ્લામાં જુદીજુદી જગ્યાએ લોન મેળાના પણ આયોજન કરાયા

મોરબી જિલ્લા સહિત રાજકોટ રેંજમાં વ્યાજખોરોની સામે પોલીસે લાલા આંખ કરી હતી અને લોકોને ડરાવી ધમકાવીને વધુ રૂપિયા પડાવતા વ્યાજખોરોની સામે ધડોધડ ગુના નોંધવામાં આવતા અને આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવતી હતી ત્યારે મોરબી જિલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશન્મા કુલ મળીને ૨૧ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે કુલ ૩૯ આરોપીઓની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

   મોરબી જીલ્લામાં રાજકોટ રેન્જ આઇજીની હાજરીમાં પોલીસનો લોક દરબાર યોજાયો ત્યાર બાદ જુદાજુદા પોલીસ મથકોમાં વ્યાજખોરોની સામે ગુના નોંધવામાં આવેલ છે અને મોરબી જીલ્લામાં પોલીસનો પ્રથમ લોકદરબાર યોજાયો ત્યાર બાદ અત્યાર સુધીમાં કુલ મળીને ૨૧ ફરિયાદ જુદાજુદા પોલીસ મથકોમાં ભોગ બનેલા લોકો દ્વારા કરવામાં આવેલ છે અને હજુ પણ ઘણા લોકો ફરિયાદ કરવા માટે સામે આવી રહ્યા છે ત્યારે અત્યાર સુધીમાં પોલીસે ૨૧ ગુનામાં કુલ મળીને ૩૯ શખ્સોની ધરપકડ કરેલ છે તેમજ લોકો રૂપિયાની જરૂર હોય ત્યારે વ્યાજખોર પાસે જવાના બદલે અધિકૃત બેન્ક કે પેઢી પાસેથી જ નાણાં મેળવે તેના માટે પોલીસ દ્વારા જિલ્લામાં જુદીજુદી જગ્યાએ લોન મેળાના પણ આયોજન કરવામાં આવ્યા હતા

(12:23 am IST)