22મીએ વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લી.ની ચુંટણી
વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લી. વાંકાનેર ની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવા માટેની કામગીરી ચૂંટણી અધિકારી અને મામલતદાર, વાંકાનેરની કચેરી, વાંકાનેર ખાતે તા.૦૯/૦૨/૨૦૨૩ સુધી કરવામાં આવશે. મળેલ ઉમેદવારી પત્રોની યાદી ચૂંટણી અધિકારી અને મામલતદાર, વાંકાનેરની કચેરી, વાંકાનેર ખાતે તા.૦૯/૦૨/૨૦૨૩ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવનાર છે.
આ ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૦/૦૨/૨૦૨૩ના રોજ ચૂંટણી અધિકારી અને મામલતદાર, વાંકાનેરની કચેરી, વાંકાનેર ખાતે કરવામાં આવશે. આ માન્ય ઉમેદવારી પત્રોની યાદી તા.૧૦/૦૨/૨૦૨૩ ના રોજ ચૂંટણી અધિકારી અને મામલતદાર, વાંકાનેરની કચેરી અને પ્રાંત કચેરી વાંકાનેર ખાતે પ્રસિધ્ધ કરવાની કામગીરી કરવામાં આવનાર છે. અને ઉમેદવારી પાછી ખેચી લેવાની કામગીરી ચૂંટણી અધિકારી અને મામલતદાર વાંકાનેરની કચેરી ખાતે તા.૧૩/૦૨/૨૦૨૩ કરવામાં આવશે. અને હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિધ્ધ તા.૧૩/૦૨/૨૦૨૩ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે ત્યાર બાદ મતદાન તા.૨૨/૦૨/૨૦૨૩ ના રોજ વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લી. દાણાપીઠ ખાતે કરવામાં આવનાર છે તેવું વાંકાનેર પ્રાંત અધિકારી અને ચુંટણી અધિકારી એ.એચ. સેરશિયાની યાદીમાં જણાવાયું છે.