જામનગર રોડ ક્રિસ્ટલ સીટી ટાઉનશીપ સામે વીડીમાંથી રૂા.૩૩ હજારના દારૂ ભરેલી કાર કબ્જે
ક્રાઇમ બ્રાંચના પી.આઇ.બી.ટી.ગોહિલની ટીમના બે દરોડાઃ ચુનારાવાડમાંથી પ્રતાપ દારૂની ૧ર બોટલ સાથે પકડાયોઃ ભરતની શોધખોળ
રાજકોટ તા. ૮ : જામનગર રોડ પર આવેલ ક્રિસ્ટલ સીટી ટાઉનશીપની સામે વીડીમાં ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રૂા.૩૩,૬૦૦ ની કિંમતની દારૂ ભરેલી સ્વીફટ કાર કબ્જે કરી હતી.
મળતી વિગત મુજબ જામનગર રોડ પર ગ્રીલીપ કલબથી આગળ ક્રિસ્ટલ સીટી ટાઉનશીપ સામે દારૂ ભરેલી કાર સાથે એક શખ્સ ઉભો હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ ડી.ડી.જાડેજાને બાતમી મળતા સ્ટાફ સાથે ક્રિસ્ટલ સીટી ટાઉનશીપની સામે વીડીમાં દરોડો પાડતા પોલીસને જોઇ સ્વીફટ કાર પાસે ઉભેલો ભરત ખુશાલદાસ સોમૈયા (રહે. અમદાવાદ અને મહેસાણા) ભાગી ગયો હતો પોલીસે જીજે. ૧-એચઝેડ -૯૩૪૯ નંબરની સ્વીફટ કારમાં તલાશી લેતા તેમાંથી રૂા.૩૩,૬૦૦ ની કિંમતની વિદેશી દારૂની પ૪ બોટલ મળી આવતા દારૂ અને કાર મળી રૂા.૪,૩૩,૬૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ભરત સોમૈયાની શોધખોળ આદરી છે. આ કામગીરી પી.આઇ.બી.ટી.ગોહિલના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ.ફીરોજભાઇ શેખ, હેડ કોન્સ દેવશીભાઇ ખાંભલા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ડી.ડી.જાડેજા તથા રોહીતભાઇ કછોટ દ્વારા કરવામાં આવી હતી.
જયારે બીજા દરોડામાં કોન્સ રણજીતસિંહ જાડેજા અને ક્રિપાલસિંહ ગોહિલને બાતમી મળતા ચુનારાવાડ શેરી નં.૧માં દરોડો પાડી રૂા. ૬ હજારની કિંમતની વિદેશી દારૂની ૧ર બોટલ સાથે પ્રતાપ કનુભાઇ કેરંધા (ઉ.૪ર) (રહે. ચુનારાવાડ શેરી નં.૧) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી આ કામગીરી પી.આઇ.બી.ટી.ગોહિલના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ.રાજદીપસિંહ ગોહિલ, કોન્સ ક્રિપાલસિંહ ગોહિલ, રણજીતસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે.